Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 24°C

ગુજરાત સ્થાપના દિવસની ભેટ : સુરતમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ, વાહનચાલકોને મોટી રાહત

ગુજરાત સ્થાપના દિવસની ભેટ : સુરતમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ, વાહનચાલકોને મોટી રાહત

ગુજરાત સ્થાપના દિવસના અવસર પર રાજ્યને એક મોટી ટેકનોલોજીકલ ભેટ મળી છે. સુરત જિલ્લાના કામરેજ-ચોર્યાસી વિસ્તારમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે. National Highways Authority of India દ્વારા આ અત્યાધુનિક ‘Barrier-less Tolling System’ લોન્ચ કરવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે માનવ રહિત અને ડિજિટલ છે.

શું છે બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ?

આ નવી સિસ્ટમમાં ટોલ પ્લાઝા પર કોઈ બેરિયર નહીં હોય. વાહનોને રોકાવાની જરૂર રહેશે નહીં અને તેઓ સીધા પસાર થઈ શકશે. હાઈટેક CCTV અને ANPR (Automatic Number Plate Recognition) ટેકનોલોજી દ્વારા વાહનની નંબર પ્લેટ અને FASTag સ્કેન કરીને ઓટોમેટિક ટોલ ટેક્સ કપાશે.

હાઈટેક સુવિધાઓ: 20 મીટર દૂરથી સ્કેનિંગ

કામરેજ-ચોર્યાસી ટોલ પ્લાઝા પર કુલ 8 લેનમાં 32 હાઈ ડેફિનેશન CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

  • 20 મીટર દૂરથી FASTag સ્કેન કરવાની ક્ષમતા
  • વાહનની આગળ અને પાછળની નંબર પ્લેટ રીડિંગ
  • તાઈવાનની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ
  • ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર તરત જ ઈ-ચલણ જનરેટ

વાહનચાલકોને મળશે સમય અને ઈંધણની બચત

નવી સિસ્ટમથી વાહનચાલકોને હવે ટોલ પર ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. તેઓ 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ શકશે, જેના કારણે ટ્રાફિક જામમાં ઘટાડો થશે.

NHAIના અનુમાન મુજબ:

  • ₹1500 કરોડના ઈંધણની બચત થશે
  • ₹6000 કરોડ સુધી વધારાની આવક મળશે

2 મહિના સુધી ટ્રાયલ બાદ શરૂ

આ સિસ્ટમનું ટેસ્ટિંગ 2 ફેબ્રુઆરી 2026થી શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ બે મહિનાના સફળ ટ્રાયલ બાદ 1 મે 2026ના રોજ મધરાતે આ પ્રોજેક્ટનો સત્તાવાર શુભારંભ થયો.

આ પ્રસંગે મુદિત અગ્રવાલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

ભારતભરમાં 1000+ ટોલ પ્લાઝા બદલાશે

રોડ ટ્રાન્સપોર્ટ વિભાગની યોજના મુજબ 2026ના અંત સુધીમાં દેશભરના 1050થી વધુ ટોલ પ્લાઝાને AI આધારિત Multi-Lane Free Flow સિસ્ટમમાં પરિવર્તિત કરવામાં આવશે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Surat Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.