ગોહિલવાડમાં બજરંગદાસબાપુના તીર્થસ્થાન બગદાણામાં ‘બાપા સિતારામ’ નાદ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ છે. ગુરૂઆશ્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા.
બજરંગદાસબાપુના તીર્થસ્થાનમાં ગુરુપૂનમ પર્વે વહેલી સવારે મંગળા આરતી, ધ્વજપૂજન અને ધ્વજારોહણ સાથે મુખ્ય ગુરૂપૂજન અને રાજભોગ આરતી થયેલ. આ પ્રસંગે ભાવિકોને પ્રસાદ વિતરણ લાભ મળ્યો.
ગોહિલવાડમાં બજરંગદાસબાપુના તીર્થસ્થાન બગદાણામાં ‘બાપા સિતારામ’ નાદ સાથે આસ્થાભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ છે.
ગુરૂઆશ્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. પ્રસાદ રસોડામાં તેમજ અન્ય વ્યવસ્થામાં હજારો સ્વયંસેવકો અગાઉથી જ સેવાકાર્યમાં રહ્યાં હતા. અહીંયા ઉમટતા ભાવિક સેવકો માટે વહીવટી તંત્ર દ્વારા પણ પ્રશસ્ય સેવા વ્યવસ્થા રહી હતી.