ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાભેર ગુરુપૂર્ણિમા ઉજવાશે. આ સ્થાનોમાં પૂજન વંદના સાથે મહાપ્રસાદ અને ભજન સત્સંગનાં આયોજનો થયાં છે.
વ્યાસપૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા, જેનું મહાત્મ્ય આપણી સનાતન પરંપરામાં ખૂબ જ રહેલું છે. સંતો, મહંતો અને ધર્માચાર્યો દ્વારા ગુરુ મહિમા સમજાવાતો રહે છે. આ મૂલ્યો સાથે સર્વત્ર ગુરુપૂનમ ઉજવણી થતી રહે છે.
આપણાં ગોહિલવાડ ક્ષેત્રમાં ચેતનવંત રહેલ ગુરુસ્થાનકો ભાવિકો માટે ભારે આસ્થાનાં કેન્દ્ર રહેલાં છે. બજરંગદાસબાપા, ધનાબાપા, મોંઘીબા, શામળાબાપા, ગોપાલગીરીબાપુ, મસ્તરામબાપુ, ગંગામાતાજી, દુઃખિશ્યામબાપુ, મદનમોહનદાસબાપુ વગેરે ભાવિક સેવકોનાં હૃદયમાં વસેલાં છે.
આ સંત ગુરુ પરંપરાના ક્ષેત્ર ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં આગામી ગુરુવારનાં ગુરુપુર્ણિમા પર્વ ભાવ અને આસ્થાભેર ઉજવાશે. આ સ્થાનોમાં પૂજન વંદના સાથે મહાપ્રસાદ અને ભજન સત્સંગનાં આયોજનો થયાં છે, જેની તૈયારીઓ ચાલી રહી છે.