Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

પાલિતાણા પંથકના ગામોમાં હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી છોડવામાં આવ્યું

પાલિતાણા પંથકના ગામોમાં હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી છોડવામાં આવ્યું

પાલિતાણા પંથકના ગામોમાં હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી આપવા સિંચાઈ મંત્રીને નાનુભાઈ ડાખરા દ્વારા થયેલી રજૂઆતથી પાણી છોડવામાં આવ્યું છે, જેથી આ પંથકના ગામોનાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.

સરકાર દ્વારા સૌની યોજના તળે હણોલ તળાવમાં પાણી પુરવઠો આપવામાં આવ્યો છે, જેમાંથી આસપાસના વિસ્તારમાં નદી તળાવોમાં પાણી છોડવામાં આવતા ખુશી રહેલી છે.

ભાવનગર જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નાનુભાઈ ડાખરાએ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનેવિગતો મોકલી છે અને રજૂઆત કરાતા હણોલ સિંચાઈ યોજના તળાવમાંથી આસપાસના ગામો માટે પાણી આપવામાં આવતા રાહત થઈ છે.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર )

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.