ભારે વરસાદનાં કારણે સણોસરા પાસેનાં પાંચતલાવડા ગામનું તળાવડુ ભરાતાં થયેલ ધોવાણથી આસપાસનાં રસ્તામાં ગાબડાં પડતાં વાવડી તથા ગઢુલા અને સણોસરાથી ધોળા તરફનો માર્ગ બંધ થવાં પામેલ છે.
પાંચતલાવડાનાં અગ્રણી બાલાભાઈ ડાંગરે આપેલ વિગતો મુજબ ભારે વરસાદથી આજુબાજુનાં માર્ગોમાં ભંગાણ થવાં પામેલ છે, જે અંગે તંત્રમાં જાણ કરવામાં આવેલ છે.
બે દિવસ પહેલાંનાં વરસાદથી પાંચતલાવડા પાસેનું તળાવડુ ભરાતાં થયેલ ધોવાણથી આસપાસનાં રસ્તામાં ગાબડાં પડ્યાં છે. આ ધોવાણ થતાં વાવડી તથા ગઢુલા અને સણોસરાથી ધોળા તરફનો માર્ગ બંધ થવાં પામેલ છે. જોકે તાત્કાલિક સમારકામ કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared