રુદ્ર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા બનાવવામાં આવેલ રોડ માં ક્યાંય પાણી ના નિકાલ માટે કોઈ જ નાળુ મુકવા માં ન આવતા આજુ બાજુ ના પાંચ સાત ગામો ની હાલત કફોળી બનવા પામી છે.
ઘણા દિવસો થી ગુજરાત નાં અમુક જિલ્લા ઓ માં રેડ એલર્ટ જાહેર કરવા માં આવી છે અને ગુજરાત નાં આં જિલ્લા ઓ માં અતિશય ભારે વરસાદ જોવા મળ્યો છે .જેના પરિણામ સ્વરૂપ અનેક ગામડાઓ અને શહેરો માં પાણી ભરાઈ ગયુંછે .આના કારણે અમુક અમુક ગામોની પરિસ્થિતિ ખુબજ કપરી બની ગઈ છે .
તેજ રીતે આપડા કઠલાલ તાલુકાના સરખેજ ગામ ની મુલાકાત લેતા જાણ થાય છે કે ત્યા ખુબજ પાણી ભરાઈ ગયું છે અને ગામના જે કુદરતી રીતે પાણીનો નો નિકાલ માટે નો રસ્તો હતો તે ક્યાંક ને ક્યાંક નવા નવા બાધકામોને ને લીધે અવધાયો છે .
અહીં ગ્રામજનો અને સરપંચ સાથે વાત ચીત પરથી જાણવા મળે છે કેસરખેજ ગામ માં રુદ્ર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા બનાવવા માં આવેલ રોડ માં નિકાલ માટે કોઇ નાળું મૂકવામાં આવ્યું નથીઅને આં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની બેદરકારી નાં કારણે આજે આ ભૂલની ભારે કિંમત ગામ વાળાઓ ને ચુકવાવની થઇ છે .
જેના કારણે આપણે વિડિયો માં જોઈ શકીએ તેમ ખૂબજ પાણી ભરાઈ ગયું છે અને આ પાણી નિકાલ કરવું ખૂબ મુશ્કેલ બન્યું છે સરખેજ ઉપરાંત બદરપુર ,હિલોલ , જેવાં અન્ય છ થી સાત જેવા ગામો નો પણ સમાવેશ થાય છે.
જેમાં આ પાણી હવે લોકોના ઘરો માં ગુસવા લાગ્યું છે તો આપણે જોઈ શકીએ છીએ કે એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની ભૂલ નાં કારણે છ થી સાત ગામોની હાલત કપરી બની છે તો આ ગામો તરફ સરકાર નું ધ્યાન જાય અને આ ગંભીર પ્રશ્ન નો ઉકેલ લાવવા માં આવે એવી સરકારને અપિલ કરીએ છીએ ,એને રાબેતા મુજબ સરકારી ધારાધોરણ મુજબ જે પણ કાયદેસર ની કાર્યવાહી થતી હોઈ તે કરે જેથી ભવિષ્ય માં આવિ રીતે ફરી વાર ગામ મુશ્કેલીમાં નાં મુકાય.
રિપોર્ટર રાજદીપ ચૌહાણ(કઠલાલ)