ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) માટે વર્ષ 2025 ખૂબ જ રોમાંચક રહેવાનું છે. ઈસરોએ આ વર્ષની શરૂઆતમાં જ તેના મિશનની જાહેરાત કરી છે. મંગળવારે અવકાશ મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ‘વર્ષ 2025ના પ્રથમ 6 મહિનામાં ISRO 6 મોટા મિશન લોન્ચ કરશે.’
ઇમેજિંગ સેટેલાઇટ ‘NISAR’ લોન્ચ કરવામાં આવશે
જેમાં વિશ્વના સૌથી મોંઘા ભારત-યુએસ સહ-ઉત્પાદિત અર્થ ઇમેજિંગ સેટેલાઇટ ‘NISAR’ને લોન્ચ કરવાનો સમાવેશ થાય છે. પ્રેસ મીટ દરમિયાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ISRO જાન્યુઆરીમાં એડવાન્સ નેવિગેશન સેટેલાઇટ NVS-02 લોન્ચ કરશે. GSLV પ્રક્ષેપણ ISROનું 100મું મિશન હશે.
ISRO દ્વારા નિર્મિત મહિલા રોબોટ ‘વ્યોમમિત્ર’ને ISRO માનવરહિત ગગનયાન મિશનના ભાગ રૂપે અવકાશમાં મોકલવામાં આવશે. આના પર જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ‘વ્યોમમિત્ર મિશનમાં બધું બરાબર થઈ જશે પછી જ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે.’
વિશ્વનો સૌથી મોંઘો ઉપગ્રહ
આ પછી, માર્ચ મહિનામાં બીજો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે, જે ભારત-યુએસ સંયુક્ત મિશન નાસા-ઇસરો એસએઆર સેટેલાઇટ છે. આ વિશ્વનો સૌથી મોંઘો ઉપગ્રહ છે. તેની કિંમત રૂ.12,505 કરોડ રૂપિયા છે. આ ઉપગ્રહની વિશેષતા જણાવતા મંત્રીએ કહ્યું કે, ‘તે દર 12 દિવસે જમીન અને બરફને સ્કેન કરશે. આ ઉપરાંત તેનું રિઝોલ્યુશન પણ ઘણું વધારે હશે.’
મોબાઈલ કોમ્યુનિકેશનમાં ફાયદો થશે
ઈસરોની શરૂઆત વર્ષ 1969માં થયો હતો. આ સમય દરમિયાન, અમેરિકા ચંદ્ર પર લોકોને મોકલતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે કારણ કે હવે ISRO અમેરિકન ઉપગ્રહને લોન્ચ કરી રહ્યું છે, જેનો ઉપયોગ મોબાઇલ સંચાર માટે કરવામાં આવશે કરવામાં આવે.
ઈસરોની વધતી તાકાત
ISRO એ US અને EU માટે કોમર્શિયલ સેટેલાઇટ પ્રક્ષેપણથી છેલ્લા એક દાયકામાં $400 મિલિયનથી વધુની આવક ઊભી કરી છે. જ્યાં આગામી વર્ષોમાં આવકના આંકડામાં વધારો થવાની ધારણા છે.
અત્યાર સુધીમાં, ISRO એ US માટે ઉપગ્રહો લોન્ચ કરીને $172 મિલિયન અને યુરોપિયન યુનિયન માટે 292 મિલિયન યુરો ($304 મિલિયન)ની આવક મેળવી છે. આમાંથી $157 મિલિયન યુએસ લોન્ચમાંથી આવ્યા છે અને 260 મિલિયન યુરો ($271 મિલિયન) માત્ર છેલ્લા દાયકામાં EU લોન્ચમાંથી આવ્યા છે. તે ભારતે અવકાશ અર્થતંત્રમાં કરેલી પ્રગતિ અને અગ્રણી સ્પેસફેરિંગ રાષ્ટ્ર તરીકેની વર્તમાન સ્થિતિ દર્શાવે છે.