ધી ખેડા ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેંક લી. નડીઆદની સેવાલીયા શાખામાંથી ધીરાણ લેનાર અશોકગીરી માયાગીરી ગોસ્વામી,મુ.નવાકુવા, થર્મલ, તા.ગળતેશ્વર, જી.ખેડા તેમજ તેમના પુત્ર મુકેશગીરી અશોકગીરી ગોસ્વામી,મુ.નવાકુવા,થર્મલ,તા.ગળતેશ્વર, જી.ખેડા એ ધિરાણની રકમ સમયસર નહી ભરતા ફરીયાદી કેડીસીસી બેંક ધ્વારા ઉઘરાણી કરતાં તે રકમની પરત ચુકવણી પેટે અશોકગીરી એ કેડીસીસી બેંકને પોતાનો ચેક રકમ રૂ.,7,75,411/- નો લખી આપેલ હતો. તેમજ મુકેશગીરી એ કેડીસીસી બેંકને પોતાનો ચેક રકમ રૂ.4,81,570/-નો લખી આપેલ હતો. જે ચેક રીટર્ન થવાના કિસ્સામાં નોગશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ અશોકગીરી અને મુકેશગીરીની સામે ક્રિમીનલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જેની સુનાવણી હાથ ધરતાં બન્ને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ ગળતેશ્વરના મે. જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ની કોર્ટના કેસ નં.228/2019 માં જજ ડી.જી.વાઘેલા નાઓએ અશોકગીરી માયાગીરી ગોસ્વામી ને 2 વર્ષની સાદી કેદની સજા તથા રીટર્ન થયેલ ચેકની રકમ રૂ.7,75,411/- બેંકમાં ભરપાઈ કરવા તેમજ જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો વધુ 3 માસની સજાનો હુકમ કરેલ છે. તેમજ ફર્સ્ટ કલાસ નાઓની કોર્ટના કેસ નં.229/2019 માં જજ ડી.જી.વાઘેલા નાઓએ મુકેશગીરી અશોકગીરી ગોસ્વામી ને 2 વર્ષની સાદી કેદની સજા તથા રીટર્ન થયેલ ચેકની રકમ રૂ.4,81,570/- બેંકમાં ભરપાઈ કરવા તેમજ જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો વધુ 3 માસની સજાનો હુકમ કરેલ છે.આમ, પિતા-પુત્રને સજા થતાં સમગ્ર પંથકમાં ચેક રીટર્ન કેસમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
રિપોરેટ – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel