રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર મે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ. અંજારીઆનાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદનાં ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર એન. પટેલ દ્વારા નિયમિતરૂપે કાનૂની જનજાગૃતિનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેનાં ભાગરૂપે તા.૨૫/૯/૨૦૨૫ વિશ્વ બધિર દિન સંદર્ભે ખેડા જિલ્લા પોલીસ અને શીતોરીયુ કરાટે સ્કુલ ઓફ ઇન્ડીયા બાલકન-જી બારી નડીઆદનાં સંયુક્ત ઉપક્રમે નડીઆદ સ્થિત એસ જી. બ્રહ્મભટ્ટ બધિર વિદ્યાવિહાર ખાતે અભ્યાસ કરતાં મુક બધિર બાળકો માટે સ્વરક્ષા તકનીક વિશે કાનૂની શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન એસ જી. બ્રહ્મભટ્ટ બધિર વિદ્યાવિહાર નડીઆદનાં આચાર્ય પ્રજ્ઞાબેન ગોર કરવામાં આવ્યું. જેમાં પોલીસ અધિક્ષક વિજય પટેલની સુચના અનુસાર કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલ. મહીલા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર વી બી. વષ તથા તથા તેમની SHE TEAM ટીમ દ્વારા વિધાર્થીઓને જાહેર સ્થળોએ અવર-જવર કરતી વખતે અને જાહેર વાહન વ્યવહારનાં સાધનો જેમ કે બસ, રેલ્વે, ટેક્સી કે ઓટોરીક્ષા વિગેરેમાં પ્રવાસ કરતી વખતે કઈ રીતે સાવચેત રહેવું તથા જો કોઈ અણબનાવ બને તો કઈ રીતે પોતાની સ્વરક્ષા કરવી તેની વિવિધ તકનીકો વિશે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપીને ઈમરજન્સી હેલ્પલાઈન ૧૧૨, અભયમ-૧૮૧, ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ પર અથવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને કેવી રીતે મદદ મેળવી શકાય તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ શીતોરીયુ કરાટે સ્કુલ ઓફ ઇન્ડીયાનાં સિનિયર કોચ શૈલેશ પારેખ તથા તેમની ટીમ દ્વારા વિધાર્થીઓને જીવનમાં કરાટે શીખીને કઈ રીતે સ્વરક્ષા કરવી તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપીને કન્યાઓ-મહિલાઓ માટે બાલકન જી બારી નડીઆદ ખાતે જર્સી સીટી એશિયન મર્ચન્ટ એસોસિયેશન અમેરીકા દ્વારા ચાલતાં નિ:શુલ્ક કરાટે વર્ગમાં જોડાવવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ એડવોકેટ ચેતન દરજી દ્વારા મહિલા અને બાળકોને લગતાં વિવિધ કાયદાઓની વિસ્તૃત માહિતી અને જાણકારી આપી હતી.
કાર્યક્રમનાં અંતે તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ નડીઆદનાં સુપ્રિન્ટેન્ડેન્ટ નિલેશ ચૌધરીએ મફત અને સક્ષમ કાનૂની સહાય, મીડીયેશન પ્રક્રિયા, લોક અદાલત વિશે વિસ્તૃત માહિતી અને જાણકારી આપી હતી. જેમાં એસ જી. બ્રહ્મભટ્ટ બધિર વિદ્યાલયનાં વિધાર્થીઓ અને શિક્ષકગણ સહીત સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel