આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખેડા લોકસભામાં સમાવિષ્ટ ૭ વિધાનસભામાં ખેડા જિલ્લામાં ચૂંટણીમાં વ્યસ્ત કર્મીઓ માટે અલગથી મતદાનનો દિવસ નક્કી થયો છે. જેમાં આગામી ૩૦ એપ્રિલ અને ૧ મે એમ બે દિવસ બેલેટથી ચૂંટણી કર્મચારીઓ માટે મતદાન કરવાનું આયોજન કરાયું છે. જિલ્લામાં લોકસભાની ચૂંટણી લઈને આગામી ૭ મે ના રોજ મતદાન થવાનું છે. ત્યારે આ ચૂંટણીની ફરજમાં રોકાયેલા અંદાજીત ૧૧,૭૯૧ વ્યક્તિઓ જેમાં સરકારી કર્મચારીઓ, પોલીસ, હોમગાર્ડ સહિતના કર્મચારીઓ આ ચૂંટણી પહેલા મતદાન કરશે તેવું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયું છે. આ બે તબક્કામાં આયોજન થયું છે એટલે કે ૩૦ એપ્રિલ અને ૧ મે એમ બે દિવસ અલગ અલગ વિધાનસભામાં નિયત કરેલા સ્થળે આ મતદાન બુથ ઊભુ કરી મતદાન કરશે. પોસ્ટલ બેલેટ મારફતે કર્મચારીઓ આ મતદાન કરશે. આ બંને દિવસો દરમિયાન ચૂંટણી નિષ્ણાત અધિકારી દ્વારા કર્મચારીઓને ચૂંટણીને લગતી તાલીમ અને માર્ગદર્શન પણ આપ વામાં આવશે. ખેડા લોકસભામાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિત કુલ ૧૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવાનો છે. ૭ મે ના રોજ આ ચૂંટણી યોજાના છે.
ત્યારે ચૂંટણીના કાર્યમાં જોડાયેલા ૧૧ હજાર ઉપ રાંત કર્મચારીઓ માટે આ અલગથી મતદાનની વ્યવસ્થા કરાઇ છે. જેમાં ૩૦ એપ્રિલ અને પહેલી મે ના રોજ સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, કપડવંજ વિધાનસભામાં નિયત કરેલા સ્થળે આ ચૂંટણીમાં વ્યસ્ત કર્મચારીઓ પોતાના મતનો ઉપયોગ કરી મતદાન કરશે. તેવી માહિતી જિલ્લા ચૂંટણી શાખા તરફથી મળી છે.