હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે મહા કુંભ જે આ વર્ષે પ્રયાગરાજ ખાતે યોજવા જઈ રહેલ છે, આ મહા કુંભમાં દેશ-વિદેશથી 40 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના છે ત્યારે ત્યાં જમવા તથા રહેવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય ત્યારે આ ઉપયોગને બંધ કરી સાથે સાથે પર્યાવરણનું જતન થાય તે હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પર્યાવરણ વિભાગ દ્વારા આ એક સરાહનીય અભિયાન ચલાવવામાં આવ્યું જેથી પ્રયાગરાજ ની પવિત્ર ધરતી પર લાખો ટન અને કચરાથી મુક્ત કરી સ્વચ્છ અને સુંદર નદીને ખરાબ ન થાય તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.
વ્યારા નગર તથા સોનગઢ નગર દ્વારા મોટી સંખ્યામાં આ અભિયાનની સારી એવી સફળતા મળી હતી સાથે ગંગા સમગ્ર ની ટીમનો પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો આ યોજનાને સફળ બનાવવા તાપી જિલ્લા પર્યાવરણ વિભાગ ના રીતેશભાઈ પટેલ તથા જીગ્નેશભાઈ પાટીલ, હિતેશભાઈ શિવડે અને ગંગા સમગ્રના પ્રાંત અધિકારી સુદામભાઈ સાટોઠે દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી.