KDCC બેંકની છીપડી શાખા ખાતે નવનિર્મિત એટીએમ મશીનનું લોકાર્પણ કપડવંજના લોકલાડીલા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું.
કેડીસીસી બેંક દ્વારા ટેક્નોલોજીકલ અપગ્રેડેશનને પરિણામે ગ્રાહકોને ઝડપી સેવાઓ પૂરી પાડવાનું છે.
બેંકના કર્મનિષ્ઠ ચેરમેન તેજસકુમાર બી પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેડીસીસી બેંકના ડિજિટલાઇઝેશન સાથે ગ્રાહકોની સુવિધા અને સરળતા અર્થે અનેકવિધ પહેલ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત છીપડી શાખા ખાતે એટીએમ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
કેડીસીસી બેંકની છીપડી શાખા ખાતે એટીએમ મશીનનું લોકાર્પણ કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, કેડીસીસી બેંકના ડિરેક્ટરો, કપડવંજ તાલુકા મહામંત્રી ભાજપ, કપડવંજ એપીએમસી ડિરેક્ટર, સરપંચ સહિત અગ્રણીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રાહકોની સુવિધાઓમાં વધારો કરવા સાથે ઝડપથી સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી હવે છીપડી શાખા ખાતે એટીએમ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. છીપડી શાખા ખાતે એટીએમ મશીનની સુવિધાથી ગ્રાહકો માટે નાણા ઉપાડ અને નાણા જમા કરાવવામાં સરળતા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેડીસીસી બેંક દ્વારા ખાતેદારોને એટીએમ-ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. જેની માટે કેડીસીસી બેંક દ્વારા અન્ય બેંક સાથે એટીએમ મશીનના ઉપયોગ માટે જોડાણ કર્યુ હોવાથી ચાર્જિસ ચૂકવવા પડતા હતા. હવે કેડીસીસી બેંકના પોતાના એટીએમ મશીનની સુવિધાથી બેંકને થતાં ખર્ચને ઘટાડી શકાશે તેમજ બેંકના ખાતેદારો અને ગ્રાહકોને પણ નાણાંના ઉપાડ માટે કેડીસીસી બેંકના પોતાના એટીએમ મશીનની સુવિધાથી ગ્રાહકોને વધુ સરળતતા રહેશે. આગામી દિવસોમાં બૃહદ ખેડા જિલ્લાના વધુ સ્થળોએ કેડીસીસી બેંકના એટીએમ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel