વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની લાઓસ મુલાકાતના બીજા દિવસે 19મી પૂર્વ એશિયા સમિટમાં હાજરી આપી. આ સંમેલનમાં ASEANના 10 સભ્ય દેશો અને આઠ ભાગીદાર દેશો ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, સાઉથ કોરિયા, ન્યુઝીલેન્ડ, રશિયા અને અમેરિકાએ ભાગ લીધો. દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન (ASEAN)ની સ્થાપના 1967માં થઈ હતી. તેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, ભારત, વિયેતનામ, લાઓસ, કંબોડિયા અને બ્રુનેઈ દારુસલામ સભ્ય દેશો તરીકે સામેલ છે. આ સમિટ દરમિયાન પીએમ મોદીએ સમગ્ર વિશ્વને શાંતિની અપીલ કરી છે. આ સિવાય તેમણે હિંદ મહાસાગરમાં ચીનની દખલગીરી પર નિશાન સાધ્યું છે.
19મી પૂર્વ એશિયા સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતે હંમેશા ASEAN ની એકતા અને કેન્દ્રિયતાનું સમર્થન કર્યું છે. ASEAN ભારતના ઇન્ડો પેસિફિક વિઝન અને કવાડ સહકારના કેન્દ્રમાં પણ છે. ભારતની ઇન્ડો પેસિફિક મહાસાગર પહેલ અને ઇન્ડો પેસિફિક પર આસિયાન આઉટલુક વચ્ચે ઊંડી સમાનતાઓ છે. એક મુક્ત, ખુલ્લું, સર્વસમાવેશક અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિક સમગ્ર ક્ષેત્રની શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ છે. સાઉથ ચાઇના સીની શાંતિ, સુરક્ષા અને સ્થિરતા આખા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના હિતમાં છે.”
PM Modi calls East Asia Summit "important pillar" of India's Act East Policy
Read @ANI | https://t.co/tzpKZAHXL2#PMNarendraModi #India #EastAsiaSummit #Laos pic.twitter.com/2Zt1IxTXPh
— ANI Digital (@ani_digital) October 11, 2024
‘ગ્લોબલ સાઉથના દેશો પર થઈ રહી છે સૌથી વધુ અસર’
19મી પૂર્વ એશિયા સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષની સૌથી વધુ નકારાત્મક અસર ગ્લોબલ સાઉથના દેશો પર પડી રહી છે. દરેક ઇચ્છે છે કે યુરેશિયા હોય કે પશ્ચિમ એશિયા, શાંતિ અને સ્થિરતા વહેલી તકે પુનઃસ્થાપિત થાય. હું બુદ્ધની ભૂમિથી આવું છું અને મેં વારંવાર કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી. સમસ્યાઓનો ઉકેલ યુદ્ધના મેદાનમાંથી ન આવી શકે. સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો આદર કરવો જરૂરી છે. માનવતાવાદી અભિગમ રાખીને, સંવાદ અને કૂટનીતિને પ્રાથમિકતા આપવી પડશે. વિશ્વબંધુની જવાબદારી નિભાવીને, ભારત આ દિશામાં દરેક શક્ય યોગદાન આપતું રહેશે.”
#WATCH | On Prime Minister Narendra Modi's visit to Lao PDR, Secretary East in the MEA, Jaideep Mazumdar says, "The Prime Minister attended the 21st ASEAN-India Summit and the 19th East Asia Summit. These are especially significant this year because we marked the 10th year of the… pic.twitter.com/gf2gU3X5ob
— ANI (@ANI) October 11, 2024
‘ASEANના દ્રષ્ટિકોણનું સમર્થન કરી છીએ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમે મ્યાનમારની પરિસ્થિતિ પર ASEANના દ્રષ્ટિકોણનું સમર્થન કરી છીએ. અમે પાંચ મુદ્દાની સર્વસંમતિને પણ સમર્થન આપીએ છીએ. સાથે જ, અમારું માનવું છે કે માનવતાવાદી સહાયને બનાવી રાખવી જરૂરી છે અને લોકશાહીની પુનઃસ્થાપના માટે યોગ્ય પગલાં પણ લેવા જોઈએ. અમારું માનવું છે કે આમાં મ્યાનમારને સામેલ કરવામાં આવવું જોઈએ, અલગ-થલગ ન કરવું જોઈએ. પાડોશી દેશ તરીકે ભારત પોતાની જવાબદારી નિભાવતું રહેશે.”
ટાયફૂન યાગીથી પ્રભાવિત લોકો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના
19મી પૂર્વ એશિયા સમિટમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું ટાયફૂન યાગીથી પ્રભાવિત લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ મુશ્કેલ સમયમાં અમે ઓપરેશન સદભાવ દ્વારા માનવતાવાદી સહાય પૂરી પાડી છે.” જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ એશિયા સમિટ દરમિયાન ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી. વડા પ્રધાન મોદીએ મિલ્ટન તોફાનને કારણે થયેલ જાનહાનિ પર સેક્રેટરી બ્લિંકનને શોક વ્યક્ત કર્યો.