યુરોપમાં સમૃદ્ધિના કેન્દ્ર બેલ્જિયમ, ફ્રાન્સ અને જર્મની વચ્ચે આવેલા લક્ઝમબર્ગ જીડીપી પ્રતિ વ્યક્તિ પ્રમાણે વિશ્વનો સૌથી ધનિક દેશ છે. કુલ 200 દેશની યાદીમાં ભારત 129 ક્રમે છે. લક્ઝમબર્ગનું કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વ્યક્તિદીઠ 1.19 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. માત્ર 2,586.4 વર્ગકિમીમાં પથરાયેલા દેશનું ફાઇનાન્શિયલ સેક્ટર તેની જીડીપીમાં 25% યોગદાન આપે છે, એક વિકસિત રાષ્ટ્ર તરીકે દેશનું કદ મજબૂત કરે છે.
લોકોની ખરીદીક્ષમતા (પરચેઝ પેરિટી પાવર) અનુસાર જીડીપી વ્યક્તિદીઠ વિશ્વના ટોપ-10 દેશોમાં લક્ઝમબર્ગ પછી આયરલૅન્ડ બીજા અને સિંગાપુર ત્રીજા ક્રમે છે. ત્યાર પછી ટોપ-10માં કતાર, મકોઓ એસએઆર, સ્વિત્ઝર્લૅન્ડ, યુએઈ, સાન મેરિનો, નોર્વે અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારતમાં જીડીપી પ્રતિ વ્યક્તિ 60.62 લાખ રૂપિયા છે.