ભારતના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે, પરંતુ તે આખી દુનિયામાં જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરી રહ્યું નથી. ભારતીય સેનાએ પાકિસ્તાન સામે વળતો જવાબ આપ્યો અને તેના પાંચ વિમાન તોડી પાડ્યા હતા. આમાં 2 ફાઇટર એરક્રાફ્ટનો પણ સમાવેશ થતો હતો. આ દરમિયાન, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર તેમની સંસદમાં વાયુસેનાના ખોટા વખાણ કરતા જોવા મળ્યા હતા.
પહલગામમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલા પછી, ભારતે 6 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરીને પાકિસ્તાન અને પીઓકે (પાક ઓક્યુપાઇડ કાશ્મીર)માં સ્થિત 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યાં. આ કાર્યવાહી માત્ર આતંકી તંત્ર સામેની હતી નહીં, પરંતુ જવાબ તરીકે પાકિસ્તાની વાયુસેનાને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું.
ભારતે તોડી પાડ્યા પાકિસ્તાનના પાંચ લડાકુ વિમાનો
ભારતીય વાયુસેનાએ ઑપરેશન દરમિયાન 5 પાકિસ્તાની વિમાનોને તોડી પાડ્યા, જેમાં 2 JF-17 ફાઇટર્સ, 1 મિરાજ, 1 AWACS રડાર વિમાન અને 1 C-130 પરિવહન વિમાનનો સમાવેશ થાય છે. આ ઘટનાને લઈને પાકિસ્તાની વાયુસેનાના 5 અધિકારીઓ મોતને ભેટ્યા, જેમાં સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફનું નામ ખાસ ઉલ્લેખનીય છે.
ઈશાક ડારના ખોટા દાવા
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારએ સંસદમાં દાવો કર્યો હતો કે તેમની વાયુસેનાએ 6 ભારતીય વિમાનોને તોડી પાડ્યા છે અને બ્રિટનની ‘ધ ટેલિગ્રાફ’ પત્રિકાએ તેમની પ્રશંસા કરી છે. જોકે પાકિસ્તાનના પોતાના અખબાર ‘ડોન’ દ્વારા આ દાવાનું ફેક્ટ ચેકિંગ થયા બાદ એ ખોટું સાબિત થયું. ભારતે પણ આ દાવાઓને ‘ભ્રામક અને અસત્ય પ્રચાર’ ગણાવ્યા છે.
શાહબાઝ શરીફના શાંતિ સંદેશા પાછળ શું રહેલું છે?
દરમિયાન, વધતા તણાવને ધ્યાને લઈ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે 15 મેના રોજ ભારત સાથે શાંતિ વાટાઘાટોની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે “અમે ભારત સાથે શાંતિ માટે તૈયાર છીએ,” અને ઉલ્લેખ કર્યો કે 10 મેના રોજ થયેલા યુદ્ધવિરામ સમજૂતીથી ફરી એક શાંતિનો પ્રયાસ થયો છે.
ભારતની કૂટી નીતિ સ્પષ્ટ: શાંતિ ઇચ્છીયે છીએ, પણ નમાવાનાં નથી
વિદેશ મંત્રી એસ. જયશંકર અને રક્ષામંત્રી રાજનાથસિંહે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે ભારત શાંતિમાં વિશ્વાસ રાખે છે, પરંતુ આતંકવાદ અને ઉશ્કેરણીનો જવાબ કડક અને હિમ્મતભર્યો આપશે. ઓપરેશન સિંદૂર એ ભારતની નવી રણનીતિનું પ્રતિક છે – જ્યાં સીમાની અંદર અને બહાર બંનેમાં આતંકવાદી તંત્રને નિશાન બનાવવાની તાકાત દર્શાવવામાં આવી છે.