મિઝોરમના રાજ્યપાલએ મનીષા પાધી (Manisha Padhi)ને સહાયક-ડી-કેમ્પ (ADC) તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ મનીષા પાધીએ દેશની પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ (created history) રચ્યો છે.
મનીષા પાધી પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ રચ્યો
ઓડિશાની પુત્રી અને 2015 બેચના ભારતીય વાયુસેના અધિકારી મનીષા પાધીને સહાયક-ડી-કેમ્પ (ADC) તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને આ સાથે મનીષા પાધીએ દેશની પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ રચ્યો છે. મિઝોરમના રાજ્યપાલ ડૉ.હરિ બાબુ કંભમપતિ (Hari Babu Kambhampati)એ તેમને અભિનંદન પાઠવ્યા છે. મહિલા ભારતીય વાયુસેના અધિકારી સ્ક્વોડ્રન લીડર મનીષા પાધીની આ સિદ્ધિ પર ઓડિશાના લોકો સહિત સમગ્ર દેશને ગર્વ છે.
Hearty Congratulations to Sqn Leader Manisha Padhi for being appointed as Aide-De-Camp(ADC) to the Governor of Mizoram.
Sqn Leader Manisha is India’s first Woman Indian Armed Forces officer to be appointed as Aide-De-Camp(ADC) to the Governor in the country.
My best wishes to… pic.twitter.com/LYUuimFTjM
— Dr. Hari Babu Kambhampati (@DrHariBabuK) November 29, 2023
મિઝોરમના રાજ્યપાલે મનીષા પાધીને શુભેચ્છા પાઠવી
મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિએ પોતાના ‘X (અગાઉ ટ્વિટર)’ હેન્ડલ પર મુખ્ય પોસ્ટ પર મહિલા એરફોર્સ અધિકારીની નિમણૂકનો એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે સ્ક્વોડ્રન લીડર મનીષા પાધીને મિઝોરમના રાજ્યપાલના સહાયક-ડી-કેમ્પ (ADC) તરીકે નિમણૂક કરવા બદલ હાર્દિક અભિનંદન. આ ઉપરાંત રાજ્યપાલે લખ્યું છે કે હું તેમને શુભેચ્છા પાઠવું છું અને ઈચ્છું છું કે તે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવે. આ સિવાય કહ્યું હતું કે મનિષાની નિમણૂક માત્ર એક સીમાચિહ્નરૂપ નથી, પરંતુ લિંગના ધોરણોને તોડવા અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાની મહિલાઓની શક્તિનો એક પુરાવો પણ છે ત્યારે આપણે આ નોંધપાત્ર સિદ્ધિની ઉજવણી કરીએ અને દરેક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણને સમર્થન આપવાનું ચાલુ રાખીએ.