હિંસાગ્રસ્ત મણિપુરમાં સ્થિતિ કાબુમાં નથી આવી રહી, એવામાં કેન્દ્ર સરકારે કેન્દ્રિય દળોના વધુ પાંચ હજાર જવાનોને રવાના કર્યા છે. ઇમ્ફાલ જિલ્લામાં સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ
મણિપુર સરકાર દ્વારા ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ અને બિષ્ણુપુર સહિતના નવ જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ પ્રતિબંધ હટાવવાનું નિર્ણય લેવામાં આવવું મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પ્રતિબંધ રાજ્યમાં પૂર્વેની હિંસક ઘટનાઓને કારણે જાહેર શાંતિ જાળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે લાગુ કરવામાં આવ્યો હતો.
નિર્ણયના મુખ્ય મુદ્દાઓ:
- પ્રતિબંધ હટાવવાનું કારણ:
- રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા સુધારાને કારણે આ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવાયો છે.
- હિંસાના ઘટાડા અને સામાન્ય સ્થિતિ તરફ પરત જવા માટે આ પગલાં મહત્વના છે.
- પ્રતિબંધની અસર:
- ઈન્ટરનેટ પ્રતિબંધને કારણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વ્યવસાય, અને લોકોના દૈનિક જીવન પર અસર પડી હતી.
- ઇન્ટરનેટ સેવા પુન: શરૂ થવાથી સામાન્ય જનજીવનમાં સરળતા આવશે.
- વિસ્તૃત વિસ્તારોમાં અસર:
- ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ અને બિષ્ણુપુર ઉપરાંત અન્ય કેટલાક જિલ્લાઓમાં આ પ્રતિબંધ હટાવાયો છે, જે સ્થળિય શાંતિ જાળવવા માટે આરંભિક રીતે લાગુ કરવામાં આવ્યો હતો.
- આગાહીઓ:
- ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિઓ ટાળવા માટે કડક નઝર રાખવામાં આવશે.
- ગેરકાયદેસર સામગ્રી શેર કરનારા પર કડક કાર્યવાહી થશે.
મણિપુરમાં આ પ્રકારના નિર્ણયથી સામાન્ય જનતામાં શાંતિ સ્થાપન માટે સરકારના પ્રયાસો વધુ મજબૂત થશે.
વચ્ચે એક કલાક સુધી ગોળીબાર થયો હતો. મે મહિનાથી ચાલી રહેલી હિંસામાં 250થી વધુનો ભોગ લેવાયો છે. હિંસા, કરફ્યૂ અને ઇન્ટરનેટ સસ્પેન્ડ રખાતા રાજ્યના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર માઠી અસર પહોંચી રહી છે. જોકે, હવે મણિપુર સરકારે નવ જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવ્યો છે.
11 નવેમ્બરના રોજ મણિપુરના ઝિરીબામ જિલ્લામાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં માર્યા ગયેલા 11 કૂકી ઉગ્રવાદીઓના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે રવિવારે ઇમ્ફાલના થાંગડ બાઝાર વિસ્તારમાં બે લોકોના અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો, સુરક્ષાદળોએ આ બન્ને લોકોને રેસ્ક્યૂ કરી લીધા હતા જ્યારે પ્રતિબંધિત કાંગલેઇપક કોમ્યુનિસ્ટ પાર્ટીના ચાર ઉગ્રવાદીની ધરપકડ કરવામાં આવી હતી. જેની પાસેથી 9 એમએમની પિસ્તોલ અને સાત કારતૂસ અને એક વાહન જપ્ત કરવામાં આવ્યું હતું.
નવ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરાઇ હતી, જેને નવમી તારીખ સુધી લંબાવવામાં આવી છે. ઇમ્ફાલ અને આસપાસના જિલ્લાઓમાં હિંસા અને ઉગ્રવાદીઓના હુમલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌથી પહેલા ૧૬ નવેમ્બરના રોજ ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરાઇ હતી. 19મી નવેમ્બરના રોજ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પરત લેવાયો હતો, આ પ્રતિબંધોને કારણે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વાસ્થ્ય સેવાઓ પર માઠી અસર પહોંચી રહી હોવાથી આ નિર્ણય લેવાયો હતો.
મણિપુરના થૌબાલ જિલ્લામાં સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારોને જપ્ત કર્યા છે. રાજ્યમાં ગયા વર્ષે મે મહિનાથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને પગલે સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર તેની માઠી અસર પહોંચી રહી છે. ખાનગી કંપનીઓ દ્વારા સંસ્થાઓમાં થતા પ્લેસમેન્ટમાં નબળુ પરિણામ સામે આવી રહ્યું છે. અનેક વિદ્યાર્થીઓએ ડિગ્રી પ્રાપ્ત કરી લીધી હોવા છતા નોકરી નથી મળી રહી. વારંવાર ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરવી, કરફ્યૂ અને હિંસાની ઘટનાઓને પગલે કંપનીઓ ભરતી કરવામાં ઓછો રસ દાખવી રહી છે.