આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની જન્મ ભૂમિ પર મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની વિશાળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. રામ મંદિરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે લગ્ન પ્રસંગોમાં જે કંકુ ચોખાની પત્રિકાઓ અનેક મંદિરોમાં પહોચાડાતી હોય છે. તેવી જ રીતે વિશ્વ હિન્દુ પરિષ ના કાર્યકર્તાઓ દ્વારા આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા અક્ષત કળશ સ્વરૂપે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માં અંબેના ચરણોમાં મૂકવામાં આવી હતી.
રામ મંદિરની અક્ષત પત્રિકા રામ મંદિરના નિમંત્રણ તરીકે મા અંબાને પહોંચાડવામાં આવી છે. મંદિરમાં તેમજ માતાજીની ગાદી ઉપર અક્ષત કળશ પૂજન પણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ આગામી 1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી અનેક રામ ભક્તો અયોધ્યા પહોંચે તે માટે તમામ હિન્દુઓના ઘરે અક્ષત એટલે કે ચોખા ઘરે ઘરે પહોંચાડવાનું મહા અભિયાન પણ શરૂ થનાર છે તેવું વિશ્વ હિન્દુ પરિષદના સંયોજક લલિત હરજાણીએ જણાવ્યું
રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
૨૨ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યાર પછી VVIPS માટે દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. ૨૩ જાન્યુઆરીથી મંદિર જન સામાન્ય માટે ખુલ્લું મુકાશે. અયોધ્યા મંદિરમાં દર્શનાર્થે દોઢથી અઢી લાખ લોકો આવે તેવી ગણતરી છે તે માટે ‘ફોર-લેન’ રોડઝ તૈયાર થઈ ગયા છે. ચાર પંક્તિઓમાં લોકો રામ લલ્લાના દર્શન કરી શકશે.
તૈયાર થયું અયોધ્યાનું રામ મંદિર
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રભુ રામ પોતાના ભવ્ય મહેલમાં વિરાજમાન થશે. પ્રભુ રામના વિરાજમાન પહેલા અયોધ્યાના રામ મંદિરનું નિર્માણકાર્ય પુરુ કરી લેવામાં આવ્યું છે. મંદિરને હવે ફાઈનલ ટચ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં બનનારા રામમંદિરનું નકશીકામ નાગરશૈલીમાં કરવામાં આવ્યું છે. મંદિરનું આ અદ્ભૂત કામ ભક્તોને ખૂબ આકર્ષિક કરશે. રામ મંદિરના દરેક સ્તંભ પર દેવી દેવતાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ તમામ કામ પૂર્ણ થઈ જશે.