ઈરાનમાં તાજેતરમાં ઇઝરાયલના જાસૂસી નેટવર્ક સાથે કથિત સંબંધો ધરાવતા લોકો વિરુદ્ધ ઝડપથી ચાલી રહેલા અભિયાનમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઈરાની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ દેશના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 700થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમને ઇઝરાયલી ગુપ્તચર સંસ્થા મોસાદ સાથે જોડાણ હોવાના આરોપોમાં શંકાસ્પદ માનવામાં આવ્યા છે. આ તમામ ધરપકડો તાજેતરમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના 12 દિવસીય યુદ્ધ દરમ્યાન કરવામાં આવી હતી.
આ યુદ્ધ દરમિયાન ઈઝરાયલ દ્વારા ઈરાનની અંદર અનેક ઉચ્ચ સ્તરીય લક્ષ્યાંકિત હુમલાઓ કરવામાં આવ્યા હતા, જેમાં પરમાણુ વૈજ્ઞાનિકો, IRGCના કમાન્ડર અને સૈન્ય અઢીકારીઓની હત્યા કરી હતી. ઈરાની સત્તાવાળાઓનો દાવો છે કે આ હુમલાઓ ઈઝરાયલી ગુપ્તચર કામગીરીનો ભાગ હતા અને દેશની આંતરિક સુરક્ષાને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ઈરાન સરકારે આ ધરપકડો અને ફાંસીની કાર્યવાહીઓ શરૂ કરી.
જસૂસીના આરોપમાં ઈદ્રીસ અલી, આઝાદ શોજાઈ અને રસૂલ અહેમદ રસૂલ નામના ત્રણ વ્યક્તિઓને ઈરાની કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી અને તત્કાળ તેમને તુર્કી સીમાની નજીક ઉર્મિયા શહેરમાં ફાંસી આપવામાં આવી હતી. આ ફાંસીઓ ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ કરાર લાગુ પડ્યા પછીના એક જ દિવસે અમલમાં લાવવામાં આવી. આ ઘટના અગાઉ પણ ઈરાનમાં મોસાદના કથિત એજન્ટોને ફાંસી આપવામાં આવી હતી, જેને કારણે માનવ અધિકાર સંગઠનો દ્વારા ગંભીર ટીકા કરવામાં આવી છે અને વ્યાપક “ડ્યૂ પ્રોસેસ”ના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
યુદ્ધ દરમ્યાન, અમેરિકાએ પણ ઈઝરાયલની સાથે મળીને ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ કેન્દ્રો પર સીધા હુમલા કર્યા હતા. જો કે, ઈરાની સરકારનું કહેવું છે કે આ હુમલાઓથી તેમનો પરમાણુ કાર્યક્રમ અટકી પડ્યો નથી અને તેમણે તેને નાશ કરવામાં અમેરિકા નિષ્ફળ રહ્યું છે. બીજી તરફ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 25 જૂન, 2025ના રોજ ‘ટ્રુથ સોશ્યલ’ પર એક પોસ્ટમાં જણાવ્યું કે “અમે ઈતિહાસના સૌથી સફળ લશ્કરી ઓપરેશન પૈકી એક અમલમાં મૂક્યો છે, અને જે મીડિયાઓ, ખાસ કરીને CNN અને ન્યૂયોર્ક ટાઈમ્સ, આ સફળતા છુપાવવા પ્રયત્ન કરે છે તેઓ ‘ફેક ન્યૂઝ’ છે.” ટ્રમ્પે સ્પષ્ટપણે દાવો કર્યો કે “ઈરાનના પરમાણુ સ્થળો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.”
આ સમગ્ર પ્રકરણથી સ્પષ્ટ થાય છે કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો ટેન્શન હજી પણ ઓછો નથી થયો અને તેની અસર માત્ર લશ્કરી જ નહીં પરંતુ રાજકીય અને માનવ અધિકારના સ્તરે પણ દેખાઈ રહી છે. દુનિયાભરમાંથી હવે ઈરાનની આંતરિક કાર્યવાહી, ફાંસીઓ અને જાસૂસીના આરોપોમાં પારદર્શિતા વિશે સવાલો ઉઠી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel