જમ્મુ કાશ્મીરના પુલવામામાં NIAએ દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કરવા માટે પાડવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ પણ NIAએ દક્ષિણ કાશ્મીરના 5 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. NIAના દરોડા વિભિન્ન આતંકવાદી સંગઠનો માટે કરવામાં આવી રહેલ ફડિંગ મામલેપાડવામાં આવ્યા છે.
#WATCH | NIA (National Investigation Agency) raids underway in Pulwama of J&K. Details awaited. pic.twitter.com/9GqZgo1d30
— ANI (@ANI) July 13, 2023
દક્ષિણ કાશ્મીરના 5 સ્થળો પર NIAના દરોડા
બે દિવસ અગાઉ પણ NIAએ દક્ષિણ કાશ્મીરમાં પાંચ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. NIAના દરોડા વિવિધ આતંકવાદી સંગઠનો માટે ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતા અને ઈન્ટરનેટ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી એજન્ડાને પ્રોત્સાહન આપતા તત્વોના ઠેકાણા પર પાડવામાં આવ્યા હતા.