Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

ભાવનગર જિલ્લાની જીવા દોરી શેત્રુંજી ડેમ ઓવરફ્લો

ભાવનગર જિલ્લાની જીવા દોરી શેત્રુંજી ડેમ ઓવરફ્લો

પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા .

પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા

તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે .

છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હોય શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તા. 30 ના સવારે પાંચ કલાકે શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો હતો.

સવારે છ વાગ્યાની સ્થિતિએ 20 ગેટ 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.

ગેટ ખોલવાના સમયે 1800 ક્યુસેક પાણીની આવક ચાલુ હતી.

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

 

બાઈટ : નાયબ કાર્યપાલક ઈજનેર

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.