મોદી સાહેબ ક્યારેય ખોટા વચનો આપતા નથી, રાજકારણીઓ ખોટા વચનો આપી ભરમાવે છે, મોદી સાહેબ જે કહે છે તેના કરતા વઘારે કરે છે.- સી.આર.પાટીલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વમા દેશના દરેક જિલ્લામા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બની રહ્યા છે તેમના આ સંકલ્પથી ગુજરાતમા પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના માર્ગદર્શનમા દરેક જિલ્લામા કાર્યાલય બની રહ્યા છે અને ત્યારે આજે નર્મદા જિલ્લાનુ નવ નિર્મિત શ્રી કમલમ કાર્યાલય નુ ઉદ્ધાટન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના વરદ હસ્તે કરવામા આવ્યું. આ પ્રસંગે જિલ્લાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ પટેલે, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુરના ઉમેદવાર જશુભાઇ રાઠવા તેમજ ભરૂચના સાંસદ અને ઉમેદવાર મનુસુખભાઇ વસાવાએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન રૂપ સંબોધન કરતા જણાવ્યું કે, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી અને ભાજપના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે દેશના તમામ જિલ્લામા કાર્યાલય બનાવવા સંકલ્પ કર્યો હતો તે સંકલ્પને સાકાર આપણે કરી રહ્યા છે જેમા ગુજરાતમા દરેક જિલ્લામા કાર્યાલય બની રહ્યા છે અને ટુંક સમયમા જિલ્લાના કાર્યાલયનુ નિર્માણ પુર્ણ થઇ જશે. ભારતીય જનતા પાર્ટીનુ ઉચ્ચ નેતૃત્વ કાર્યકર્તાને ટીકિટ આપી તેને મોટા કરતા હોય છે અને જશુભાઇને છોટાઉદેપુરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે.
પાટીલજીએ વધુમા જણાવ્યું કે, મોદી સાહેબ વિકાસના કાર્યો થકી એક ઇતિહાસ રચી રહ્યા છે. આખા વિશ્વમા સૌથી મોટી પ્રતિભા સરદાર સાહેબની બનાવી છે અને મોટી સંખ્યામા પર્યટકો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે. દેશને આઝાદ કરી ને દેશને એક કરવામા જેમનો મોટો ફાળો છે તેવા સરદાર સાહેબનુ મહત્વ અને યોગદાન સૌ જાણે તે માટે સૌથી મોટી પ્રતિમા બનાવી છે. મહાત્મા ગાંધીજીએ દાંડીયાત્રા કરી નવસારીમા મહાત્મા ગાંધીજીની મોટી પ્રતિમા બનાવી. સત્યાગ્રહમા જોડાયેલા તમામ લોકોની પ્રતિમા ફકત નવસારી દાંડીમા બની છે. અમદાવાદમા સાબરમતી આશ્રમ 55 એકરમા નિર્માણ થવાનુ છે. કચ્છમા ધરતીકંપમા દસ હજારથી વધુ લોકના મૃત્યુ થયા હતા તેમની યાદમા ત્યા સ્મૃતીવન બનાવ્યુ છે.
પાટીલજીએ વધુમા જણાવ્યું કે, મોદી સાહેબે ચાર સંકલ્પના સમગ્ર દેશનો સમાવેશ કર્યો છે, મહિલા,યુવા,ખેડૂતો અને ગરીબો માટે કામ કર્યુ છે. મહિલાઓ મોદી સાહેબના નેતૃત્વમા સશક્ત અને આર્થિક રીતે સદ્ધર થાય તે દિશામા કામ કર્યુ છે. દેશનો યુવાન જોબ સીકર નહી જોબ ગીવર બને તે દિશમા કામ કર્યુ છે. મોદી સાહેબે દેશના દરેક વર્ગ માટે યોજના બનાવી અને તે યોજના છેવાડાના માનવી સુઘી પહોંચે તે માટે પ્રયાસ કર્યા છે. દેશનો ગરીબ દેશના વિકાસમા ફાળો આપે અને ગરીબી રેખાથી બહાર લાવવા પ્રયાસ કર્યા જેમા 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે.
પાટીલજીએ વધુમા જણાવ્યું કે, આપણે લોકસભાની દરેક બેઠક પાંચ લાખથી વધુ લીડથી જીતવાની છે અને છોટાઉદેપુર પાસે વિશેષ અપેક્ષા પણ છે. અંહી કેટલાક લોકો કુદકા મારે છે તેને શાંત પાડવાના છે. ભરૂચ લોકસભામાટે પાંચ લાખ નહી છ લાખનો ટાર્ગેટ રાખવાનો છે. મોદી સાહેબ ક્યારેય ખોટા વચનો આપતા નથી, રાજકારણીઓ ખોટા વચનો આપી ભરમાવે છે. મોદી સાહેબ જે કહે છે તેના કરતા વઘારે કરે છે. આવો દેશના વિકાસમા સૌ સાથે મળી મોદી નો વિશ્વાસ દ્રઠ કરીએ.
આ કાર્યક્રમમા સાંસદશ્રીઓ મનસુખભાઇ વસાવા, ગીતાબેન રાઠવા, છોટાઉદેપુરના ઉમેદવાર જશુભાઇ રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લાના પ્રમુખશ્રી ધનશ્યામભાઇ પટેલ, ભરૂચના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પ્રભારી ધર્મેશભાઇ પંડયા,પુર્વ ધારાસભ્યશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, છોટાઉદેપુર લોકસભાના સહસંયોજક મુકેશભાઇ પટેલ, બળવંતસિંહ ગોહિલ સહિત જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.