કંગના રનૌતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ઈમર્જન્સીનું ટ્રેલર આખરે આજે રિલીઝ કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય પર્વના એક દિવસ પહેલા, અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કર્યું હતું. આ ફિલ્મ 1975ના સમયની આસપાસ ફરે છે જ્યારે દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. આ રાજકીય ડ્રામામાં કંગના રનૌત ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતી જોવા મળે છે. આ ફિલ્મ કંગના રાણાવત દ્વારા લખવામાં અને દિગ્દર્શિત કરવામાં આવી છે.
કેવું છે ‘ઇમરજન્સી’નું ટ્રેલર?
ફિલ્મ ઇમરજન્સીનું ટ્રેલર ખૂબ જ રોમાંચક છે. કંગના રનૌત ઇન્દિરા ગાંધીની કહાણીને એક અલગ અંદાજથી સ્ક્રીન પર રજૂ કરવા જઈ રહી છે. ટ્રેલરની શરૂઆત કંગના રનૌતના ઈન્દિરા ગાંધીના પાત્રથી થાય છે. જે કહે છે સત્તા…સત્તા યાની તાકાત.. ઈન્દિરા ગાંધીના રોલમાં કંગના લોકો વચ્ચે હાથ જોડીને જોવા મળે છે. ટ્રેલરમાં જોઇ શકાય છે કે, ખુરશી માટે નેતાઓમાં પણ જંગ જામ્યો છે. આ ટ્રેલર ઈન્દિરા ગાંધી ઈમરજન્સી લાદતા અને તેમના કામ પર સવાલો ઉભા કરતા દ્રશ્યોથી ભરપૂર છે. એકંદરે ટ્રેલર જોયા પછી, ઇમરજન્સી માટે ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે.