આ અરજીને ધ્યાને લઇ ૨૭ જૂનના રોજ તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દિવ્યેશ વસાવા, અ.મ.ઈ. અક્ષર સોનાણી તેમજ ત.ક.મંત્રી સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ગૌચરની જમીન ખાલી કરાવી દબાણ દૂર કર્યું હતું. આ ગૌચરની જમીન ઉપર તારીખ ૨૯ જૂનના રોજ સામાજિક વનીકરણ ડેડીયાપાડાની મદદથી વૃક્ષારોપણ કરાવ્યું હતું.
ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારીએ લીધેલા કડક વલણને કારણે દેડિયાપાડા તાલુકામાં ગામડાઓમાં ગૌચરની જમીન ગેરકાયદેસર દબાણો કરી ખેડતા શખ્સોમાં ફ્ફડાટ વ્યાપી ગયો છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની એ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે દબાણ કર્યાની અરજી મળશે તો તરત કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવશે.