click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ માં શ્રેષ્ઠ તાલુકા તરીકે કપડવંજ તાલુકાની પસંદગી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ માં શ્રેષ્ઠ તાલુકા તરીકે કપડવંજ તાલુકાની પસંદગી
GujaratKheda

સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ માં શ્રેષ્ઠ તાલુકા તરીકે કપડવંજ તાલુકાની પસંદગી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટી.ડી.ઓ.ને સન્માન પત્ર આપી કામગીરીને બિરદાવી.

Last updated: 2025/10/11 at 3:33 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

રાજકોટ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત “વિકસિત ગ્રામ વિકસિત ગુજરાત” કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અભિયાન દરમ્યાન સ્વચ્છતાની ઉત્તમ કામગીરી બદલ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાને શ્રેષ્ઠ તાલુકો જાહેર કર્યો હતો. કપડવંજ તાલુકા વિકાસ અધિકારી બીપીન પરમારને મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ તાલુકાનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરની મુખ્ય ઉપસ્થિતિમાં મહુધા તાલુકાના અલીણા ગામની પે. સેન્ટર શાળા ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી ૨૦૨૫ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, અલીણા ગામ ખાતે વિકાસ રથનું સ્વાગત કરી વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ વિકસિત ભારત નિર્માણમાં સહયોગી બનવા સૌને અપીલ કરી હતી. વિશેષમાં તેમણે દીકરી સહાય યોજના અંતર્ગત લગ્ન પ્રસંગે કન્યાઓને મળતી સહાય બદલ સરકારનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે રાજકોટ ખાતેથી પ્રસારિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉદ્બોદન સાંભળવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન કાળના ૨૫માં વર્ષ પ્રવેશને સિલ્વર જ્યુબીલી ગણાવ્યો હતો. ખેડા જિલ્લા માટે મહત્વપૂર્ણ ઘટના તરીકે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અભિયાન દરમ્યાન સ્વચ્છતાની ઉત્તમ કામગીરી બદલ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાને મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ તાલુકાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત ગંગા સ્વરૂપ, વૃદ્ધ સહાય, આયુષ્માન કાર્ડ, પશુપાલન, પોષણ સંગમ જેવા કાર્યક્રમ અને યોજનાકીય લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં, નેશનલ લાઈવલીહુડ મિશન હેઠળ રૂ. ૩ લાખની ક્રેડિટ લોન અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૧.૭૦ લાખના સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાથે જ મુખ્યમંત્રી ગ્રામીણ અસ્મિતા સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે લાભાર્થી પ્રવીણભાઈ કાળાભાઈ ભોજાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયથી તેમનુ પોતાના ઘર માટેનું સપનું સાકાર થયું છે. અને તેમને સન્માન પૂર્વક જીવવાનો અવસર મળ્યો છે. અન્ય લાભાર્થી ઐયુબભાઈ મલેકે જણાવ્યું હતું કે કિસાન સન્માન નિધિ અંતર્ગત દર વર્ષે તેમના ખાતામાં રૂ. ૬૦૦૦ ની ધનરાશી જમા થાય છે. જેનાથી તેમને નાની મોટી ખેતપેદાશો અને બિયારણોની ખરીદી કરવામાં મદદ મળી રહે છે. અને આજે તેમની ખેત ઉપજમાં પણ વધારો થયો છે.

આ અવસરે ખેતીવાડી, પશુપાલન, આઇસીડીએસ વિભાગ દ્વારા સ્ટોલ લગાવીને યોજનાકીય સહાય વિશે માહિતી આપવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને નાની મોટી તબીબી સેવાઓ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ગુજરાતના ૨૪ વર્ષના સુશાસનની સિદ્ધિઓ રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી. અને ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના નિર્માણમાં સહયોગી બનવા પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા, ડેપ્યુટી ડીડીઓ ક્રિષ્ના ઉપાધ્યાય, પ્રાથમિક શિક્ષણ અધિકારી કલ્પેશભાઈ વાઘેલા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ, ગ્રામ સરપંચ, તલાટી મંત્રી, આચાર્ય, સહિત અન્ય અગ્રણીઓ, મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, gujarat, gujarati news, Kapadvanj talukas, Kheda, kheda collector, kheda news, Kheda Police, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, rajkot, Swachhta Hi Seva 2025, top news channel, topnews, topnewschannelinindia, કપડવંજ તાલુકા, કપડવંજ તાલુકા પંચાયત, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજકોટ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના, સ્વચ્છતા હી સેવા ૨૦૨૫

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 11, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જામનગર ઈદ જુલૂસમાં ‘સર તન સે જુદા’ના નારા, તલવારો દર્શાવતા ઝંડા લહેરાવાયા; 7 આરોપી ઝડપાયા
Next Article અખિલેશ યાદવનું ફેસબુક પેજ સસ્પેન્ડ, ‘હિંસક-અશ્લીલ પોસ્ટ’ પર મેટાની કાર્યવાહી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?