ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની મોટી મુડેલ ગ્રામ પંચાયત ખાતે આજરોજ કપડવંજ પ્રાંત અધિકારી દ્વારા અચાનક મુલાકાત (સરપ્રાઈઝ ચેકિંગ) લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીએ ગ્રામ પંચાયતની કામગીરી, આંગણવાડી, પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
પ્રાંત અધિકારીએ ગ્રામ પંચાયતની સુંદર કામગીરી અને વ્યવસ્થા જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. શાળા અને આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા નાસ્તા (મુઠીયા)નો સ્વાદ અધિકારીએ સ્વયં ચાખ્યો હતો અને તેની ગુણવત્તાના વખાણ કરી સરપંચ અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
મોટી મુડેલના યુવા સરપંચ દીપકભાઈ ડાભી અને રતનપુરના સરપંચ વિજયસિંહ ડાભી દ્વારા ગામમાં પીવાના પાણી અને રોડ-રસ્તાની સમસ્યા અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.
બાંહેધરી: પ્રાંત અધિકારીએ ગ્રામજનોની પાયાની સુવિધાઓના પ્રશ્નોને ગંભીરતાથી લઈ વહેલી તકે ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom