સૂર્યપુત્રી તાપી નદીમાંથી જળ લાવીને ઓમકારેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગને જળાભિષેક કરવામાં આવે છે
આ કાવડયાત્રામાં કુલ 400થી વધુ કાવડિયાઓ એ ભાગ લીધો હતો, અને સાથે સાથે ૫૦ થી વધુ ભાવિક ભક્તો સેવામાં જોડાયા હતા.
વાલોડ ગામની અંદરથી મુખ્ય માર્ગે પસાર થતી કાવડ યાત્રાનું નગરજનોએ પુષ્પ વર્ષા કરી પુષ્પોથી સ્વાગત કર્યું હતું

ઓમકારેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગ ને જળ અભિષેક કર્યા બાદ મહા આરતી અને ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડિયાઓ એ ખૂબ ઉત્સાહભેર કાવાડ યાત્રામાં ભાગ લીધો હતો અને સંપૂર્ણ યાત્રા દરમિયાન હર હર મહાદેવના નારા થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું