ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક (કેડીસીસી બેંક)ના ચેરમેન તેજસ પટેલને સહકારી ક્ષેત્રમાં ઉદાહરણીય નેતૃત્વ અને નવીન કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા છે. ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા થાઇલેન્ડ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સમિટ દરમિયાન તેજસ પટેલને “ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર એવોર્ડ” સાથે ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યું હતું.
સહકારી ક્ષેત્રમાં ક્રાંતિકારી પહેલ, ડિજિટલ બેંકિંગ નવીનતાઓ અને સમુદાય વિકાસ માટેના વિશિષ્ટ યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. તેજસ પટેલના નેતૃત્વ હેઠળ કેડીસીસી બેંકે આધુનિક ડિજિટલ બેંકિંગ ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરી છે. બેંક દ્વારા વોટ્સઅપ બેંકિંગ, ટેબ્લેટ બેંકિંગ, ક્યુઆર કોડ આધારિત પેમેન્ટ, એઇપીએસ, નેટ બેંકિંગ, ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (DMS) તેમજ અદ્યતન લોન મેનેજમેન્ટ સિસ્ટમ જેવી સેવાઓ સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવી છે.
તેમના માર્ગદર્શન હેઠળ કેડીસીસી બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રૂ. ૫૦૦૦ કરોડના બિઝનેસનો ઐતિહાસિક આંક પાર કર્યો છે. સાથે જ એનપીએ ઘટાડવા, સ્વ-રોજગાર કાર્યક્રમો દ્વારા રોજગાર સર્જન, એફપીઓ ડેવલપમેન્ટ દ્વારા ખેડૂતોને સહાય, સોલરાઇઝેશન ફાઇનાન્સ તેમજ માઇક્રો એટીએમ અને કેશ ડિલિવરી જેવી સેવાઓથી સહકારી મંડળીઓને મજબૂત બનાવવામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.
ચેરમેન તેજસ પટેલ દ્વારા બેંકના નામમાં “કૈરા”ના સ્થાને “ખેડા” શબ્દનો સમાવેશ કરીને જિલ્લાના ઐતિહાસિક વારસાને પુનઃસ્થાપિત કરવાની પહેલ પણ વિશેષ રીતે બિરદાવાઈ છે.
ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા જાહેર સેવા, પારદર્શક શાસન, સમુદાય ઉત્થાન અને ભવિષ્યલક્ષી નવીનતા પ્રત્યેના તેમના સમર્પણને વખાણતા જણાવાયું હતું કે તેજસ પટેલના નેતૃત્વમાં સહકારી બેંકિંગ મોડેલ હવે વૈશ્વિક સ્તરે પણ પ્રેરણારૂપ બની રહ્યું છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel