ખેડા-નડિયાદ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કઠવાડા ગામની સીમમાં ચાલતા “લક્ષ્મી ડાઇંગ” નામના પ્રોસેસ હાઉસ પર રેડ કરી ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત દુષિત પાણી તળાવમાં છોડતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ પોલીસ વિભાગ તથા પોલીસ અધિક્ષક ખેડા-નડિયાદના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે, લક્ષ્મી ડાઇંગમાં કાપડના રંગરોગાન બાદ નીકળતું કેમિકલ યુક્ત દુષિત પાણી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે નજીક આવેલા નવાગામના તળાવમાં છોડવામાં આવતું હતું.

આ તળાવનું પાણી સ્થાનિક લોકો તેમજ પશુઓ દ્વારા ઉપયોગમાં લેવાતું હોવાથી પાણી પ્રદૂષિત થવાથી માનવજીવન, પશુપક્ષીઓ અને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવતું હતું.
સ્થળ પર સ્થાનિક એફ.એસ.એલ. અધિકારીઓ તથા જી.પી.સી.બી.ના અધિકારીઓ સાથે તપાસ કરતા લક્ષ્મી ડાઇંગનો સુપરવાઇઝર જુગેશ અભયરાજસિંહ રાજપૂત (રહે. અમદાવાદ) સ્થળ પરથી મળી આવ્યો હતો. જ્યારે માલિક ભોમારામ દાનારામ સાહુચૌધરી હાજર મળ્યા નહોતા.
આ અંગે ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૭૯ અને ૨૮૦ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપી:
* જુગેશ અભયરાજસિંહ રાજપૂત, રહે. ઇસનપુર, ધોડાસર, અમદાવાદ
ના.ફા. આરોપી:
* ભોમારામ દાનારામ સાહુચૌધરી, રહે. કઠવાડા, ખેડા
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel