Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ વોર્ડ નં ૯ના બુથ પ્રમુખ સહિત સમિતિ સભ્યોનો સન્માન કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ વોર્ડ નં ૯ના બુથ પ્રમુખ સહિત સમિતિ સભ્યોનો સન્માન કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત વોર્ડ નંબર ૯ના તમામ બુથની બુથ સમિતિ પૂર્ણ થવા બદલ બુથ પ્રમુખ સહિત સમિતિના સભ્યોના સન્માન કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સૌ સભ્યોને ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમ ખાતે પ્રદેશ મંત્રી જ્હાનવીબેન, પ્રભારી વિકાસભાઈ પટેલ, શહેર પ્રમુખ તેજસભાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ કલ્પેશભાઈ, કાઉન્સિલર કાજલબેન, પારુલબેન, સ્કૂલ બોર્ડ ચેરમેન અતુલભાઈ, અગ્રણી રાજુભાઇ, મયુરભાઈ, સુનિલભાઈ, સંગઠનના પદાધિકારીઓ સહિત બુથ પ્રમુખો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.