Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 29°C

નડિયાદ ૨૮ ગુજરાત બટાલિયન NCC દ્વારા નેશનલ કેડેટ કોર્પ્સ દિવસની ઉજવણી

નડિયાદ ૨૮ ગુજરાત બટાલિયન NCC દ્વારા નેશનલ કેડેટ કોર્પ્સ દિવસની ઉજવણી

નડિયાદ માહિતી ભવન ખાતે આવેલ ૨૮ ગુજરાત બટાલિયન એનસીસી, નડિયાદ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ બટાલિયન હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નડિયાદ, વસો અને કઠલાલ ખાતે કેડેટ્સ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદના ૨૮ ગુજરાત બટાલિયન એનસીસીના કર્મચારીઓ અને સ્વયંસેવકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યુ હતુ. વધુમાં નડિયાદ, કઠલાલ અને વસોના મુખ્ય માર્ગો પર સ્વચ્છતા રેલી અને પ્રતિમાઓની સફાઈ દ્વારા સ્વચ્છ ભારતનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ ૦૩ એએનઓ, ૦૯ પીઆઈ અને ૮૨ એનસીસી કેડેટ્સે ભાગ લીધો હતો.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.