ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ઘ્વારા માતૃછાયા આશ્રમની મુલાકાત અને નવા વર્ષની ઉજવણી કાર્યક્રમ યોજાયો. ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ઘ્વારા માતૃછાયા આશ્રમ ખાતે આશ્રમ ના બાળકો સાથે સત્તાવાર મુલાકાત કરવામાં આવી. સંસ્થા બાળકોને અને સંસ્થાના ટ્રસ્ટીઓ અને અધિક્ષક, સ્ટાફગણ ને મળી નવા વર્ષ ની શુભેચ્છામાં નવુ વર્ષ બાળકો ને ફળદાયી નીવડે તેમજ પ્રગતિ ના પંથે આગળ વધે તેવી પ્રાર્થના કરવામાં આવી.
આ પ્રસંગે સંસ્થા ઘ્વારા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન અમિતભાઈ ડાભી, સભ્યોમાં રીનીષાબેન ખરેલ, અમિત સોની, નીરજ ગોએલ, કૃતિબેન પટેલ ને ફ્લાવર પ્લાન્ટ આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.