Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

શ્રી સ્વામિારાયણ મંદિર ઉમરેઠ ખાતે શ્રદ્ધા અને ભાવ સાથે યોજાયો શાકોત્સવ

શ્રી સ્વામિારાયણ મંદિર ઉમરેઠ ખાતે શ્રદ્ધા અને ભાવ સાથે યોજાયો શાકોત્સવ

વડતાલ તાબાના પ્રસાદીના શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠ ખાતે દાયકાઓની પરંપરા મુજબ શાકોત્સવની ઉજવણી કરાઇ. શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શરૂ કરાયેલ આં શાકોત્સવ સ.ગુ. સ્વામી શ્રી રઘુવીર ચરણદાસજી ના આશીર્વાદ અને પ્રેરણાથી ઉજવાયો. વાર્ષિક થતા આ શાકોત્સવમાં દર્શનનો લાભ લેવા ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરમાં આવ્યા હતા. ઉપરાંત દૂર દૂરના શહેરોમાંથી પણ હરિભક્તો શાકોત્સવનો લાભ લેવા પધાર્યા હતા. શાકોત્સવ નિમિત્તે વડતાલથી ૧૦૮ લાલજી શ્રી સૌરભપ્રસાદજી મહારાજ શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠ પધાર્યા હતા અને તેમના શ્રીમુખે સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી શાકોત્સવની પરંપરા સમજાવતી કથાનું પણ આયોજન થયું હતું. કથા બાદ હજારો હરિભક્તોએ મંદિરમાં જ મહાપ્રસાદીનો લાભ પણ લીધું.

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.