Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 30°C

ખેડા જિલ્લા કલેક્ટરની કપડવંજ તાલુકાની મુલાકાત, ગામોમાં વિકાસકાર્યો અને સરકારી સુવિધાઓની સમીક્ષા કરી

ખેડા જિલ્લા કલેક્ટરની કપડવંજ તાલુકાની મુલાકાત, ગામોમાં વિકાસકાર્યો અને સરકારી સુવિધાઓની સમીક્ષા કરી

ખેડા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે કપડવંજ તાલુકાના દાણા, વ્યાસવાસણા અને કાશીપુરા ગામોની મુલાકાત લઈ વિવિધ વિકાસકાર્યો અને સરકારી સુવિધાઓની સ્થળ પર સમીક્ષા કરી હતી. છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ અને પાયાની સુવિધાઓ સમયસર અને અસરકારક રીતે પહોંચે તે માટે તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે ગામોમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ, આરોગ્ય, પોષણ અને અન્ય પ્રાથમિક સેવાઓ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટરે વિવિધ આંગણવાડી કેન્દ્રોની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ, કરવામાં આવેલા વિકાસકાર્યો અને બાળકો તથા અન્ય લાભાર્થીઓને આપવામાં આવતી પોષણ અને આરોગ્ય સંબંધિત સેવાઓ અંગે માહિતી મેળવી હતી.

ત્રણેય ગામોમાં શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સેવાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ નાગરિક સુધી પહોંચી રહ્યો છે કે નહીં તેની પણ તેમણે સમીક્ષા કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી સેવાઓ વધુ સુદૃઢ બને અને લોકોને પોતાના ગામમાં જ જરૂરી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે દિશામાં અસરકારક કામગીરી કરવા તેમણે ભાર મૂક્યો હતો.

કાશીપુરા ગામે રાત્રિસભા, ગ્રામજનો સાથે સીધો સંવાદ

જિલ્લા કલેક્ટરે કાશીપુરા ગામે રાત્રિસભાનું આયોજન કરીને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. રાત્રિસભા દરમિયાન ગ્રામજનોએ સ્થાનિક સ્તરના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો જિલ્લા કલેક્ટર સમક્ષ મૂકી હતી.

જિલ્લા કલેક્ટરે ગ્રામજનોની રજૂઆતો સંવેદનશીલતાપૂર્વક સાંભળી હતી અને સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. શક્ય પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવા તેમજ અન્ય રજૂઆતોનો સમયબદ્ધ નિકાલ કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

‘વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે તે જ સાચી કસોટી’

જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ગામડાંના વિકાસની સાચી કસોટી ત્યારે જ થાય છે જ્યારે વિકાસના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે. સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે તેમજ ગ્રામજનોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે ઝડપી અને સુખદ નિરાકરણ થાય તે માટે વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે.

આ મુલાકાત દરમિયાન કપડવંજ તાલુકા પંચાયત પ્રમુખ જે.કે. પરમાર, પ્રાંત અધિકારી એ.પી. ઝાલા, મામલતદાર એસ.વી. મેનિયા, તાલુકા વિકાસ અધિકારી જીતેન્દ્ર પઢિયાર સહિત તાલુકાના વિવિધ સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેશ પારેખ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.