ખેડા જિલ્લાના શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પંડિત દિનદયાળ પ્રશિક્ષણ મહાભિયાન અંતર્ગત ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પક્ષની વિચારધારા, સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સમાજના દરેક વર્ગ સુધી પક્ષના કાર્યને પહોંચાડવામાં કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ઠાસરાના ધારાસભ્ય જોગેન્દ્રસિંહ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ, નડિયાદ મહાનગરપાલિકાના મેયર મનીષભાઈ પટેલ, ખેડા જિલ્લાના મહામંત્રીઓ, ભાજપના વિવિધ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાભિયાન દરમિયાન કાર્યકર્તાઓને પક્ષની વિચારધારા, સંગઠનાત્મક કામગીરી, સામાજિક જવાબદારી, સંગઠનને વધુ સુદૃઢ બનાવવા તેમજ કાર્યકર્તાઓને વધુ સક્રિય અને સક્ષમ બનાવવા સહિતના વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓમાં સંગઠન પ્રત્યેની સમજ અને જવાબદારી વધુ મજબૂત બનાવી, પક્ષના સંગઠનને પાયાના સ્તર સુધી વધુ સુદૃઢ બનાવવાનો છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel