ક્ષત્રિય સમાજ સોશિયલ મીડિયામાં અને વિવાદો ખુબ ચાલી રહ્યો છે , રાજકોટ સીટ થી લઈને ને સંકલન સમિતી ના પ્રમુખના વિવાદ સુધી ચર્ચાઈ રહી છે . ત્યારે પદ્મિનીબા વાળાએ સોશિયલ મીડીયામાં રવિરજસિંહ ગોહીલની ખોટી પોસ્ટ વાયરલ કરી હતી જેથી માનસિક ત્રાસ અનુભવતા ભાવનગરના રવિરજસિંહે આત્મહત્યા ની કોશિશ કરી હતી .
રવીરાજસિંહે સોશીયલ મીડીયા ગ્રુપમાં પદ્મિનીબા વાળાના માનસિકત્રાસ થી જીવન ટૂંકાવવાનો મેસેજ મૂકતા સગા વ્હાલા અને મિત્ર વર્તુળ તેમની સોધ ખોળમાં લાગી ગયા હતા , શોધખોળ દરમિયાન બોરતળાવ વિસ્તાર પાસે તેમની કારમાં ગંભીર હાલતમાં મળી આવતા રવિરાજસિંહ ને ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા લાંબી સારવાર બાદ રવિરજસિંહ ભાનમાં આવ્યા હતા .
પોતાના ઈન્ટરવ્યુમાં રવિરાજસિંહે જણાવ્યું કે કોઈ દિગ્વિજયસિંહ ચુડાસમા પાસે થી મે ૧૨ લાખ રૂપિયા લીધા છે અને તેને પરત હું આપી નથી રહ્યો વાળો વિડિયો પદ્મિનીબા વાળાએ સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો છે જ્યારે હકીકત તો એ છે કે દિગ્વિજયસિંહ ચુડાસમા નામના વ્યક્તિ ને હું ઓલખતોજ નથી જેને લઈને લાગી આવતા અને સમાજમાં આબરૂ જશે વિચારી ને મે જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતુ . વિધાનસભા ચૂંટણી સમયે રવિરાજસિંહે પોતાના સમાજના હિત માટે તળાજા યુવા મોરચાના મંત્રી પદ પરથી ભાજપમાં થી રાજીનામું આપી દીધું છે .