પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા આપેલ ડ્રાઇવ અન્વયે આવા ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વેકરીયા એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ એસ.જી.પટેલ તથા પો.સ.ઇ એસ.બી.દેસાઈ નાઓની સુચના હેઠળ ગત તારીખ ૧૦-૧૨-૨૦૨૪ એલ.સી.બી સ્ટાફના, એ.એસ.આઇ વિનોદકુમાર નામદેવ, અ.હેડકો.ઋતુરાજસિંહ ગોપાલસિંહ તથા વુ.અ.હેઙકો સાધનાબેન હિંમતસિંહ તથા અ.પો.કો કુલદિપસિંહ હેમુભાઇ તથા અ.પો.કો હિરેનકુમાર જયંતિભાઇ તથા આ.પો.કો. કુલદિપસિંહ જયવંતસિંહ તથા આ પો.કો ઇશ્વર યુવરાજ નાઓ ખેડા ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એ.એસ.આઇ વિનોદકુમાર નામદેવ નાઓને મળેલ બાતમી હકીકત આધારે કર્ણાટક રાજ્યના હોસાપેટ પો.સ્ટે. ૦૧૧૨/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૪૨૦,૪૧૯,૪૦૬,૫૦૬,૩૪ મુજબના ગુનાના મુજબના ગુનામા નાસતા ફરતા આરોપીબેન કંચન વા/ઓ રાયસિંહ ગલીયા ડાવર મુળ રહે.મ.નં-૨ વોર્ડ નં-૧૦ સતભાઇપુરા પોસ્ટ. પીપરી તા.વગલી પોટલા દેવાસ પીપરી રાજ્ય મધ્યપ્રદેશ હાલ રહે શાંતિનગર દો ટાવર તા.જી ખેડા નાઓને નાઓને ખેડા ચોકડી ખાતેથી ઉક્ત ગુનાના કામે NSS ૩૫(૧) જે મુજબ અટક કરી ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી અર્થે સોંપેલ છે.