જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઇ અસામાજીક પ્રવૃત્તિ જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી.
જે અનુસંધાને કે.આર.વેકરીયા, પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા-નડીયાદનાઓ ધ્વારા એસ.જી.પટેલ તેમજ એસ.બી. દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.તાબાના અધિકારી તથા સ્ટાફને વધુ માં વધુ દેશી-વિદેશી દારૂના પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ દેશી-વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અરસકારક કામગીરી કરી વધુમાં વધુ કેસો શોધી કાઢવા જરૂરી સુચના/માર્ગદર્શન આપેલ જે આધારે જે સુચના મુજબ હાઇ-વે પેટ્રોલીંગમાં નિકળેલ હતા તે દરમ્યાન હૈ.કોન્સ જયદિપસિંહ ઉદેસિંહ એલ.સી.બી.નાઓને બાતમીદારથી ચોક્કસ બાતમી હકિકત મળેલ હતી.
જે બાતમી હકિકત મુજબની સફેદ કલરની હુંન્ડાઇ આઇ-૨૦ ગાડી નંબર-GJ.23.C.B-9400 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી કઠલાલ થી રામના મુવાડા થઇ મહુધા તરફ જતી હોય પીછો કરી સદર કારનો ચાલક નાસવા જતા તેને પકડી લીધેલ તેનુ નામઠામ પુછતા પોતાનુ નામ નરેન્દ્રસિંહ સ/ઓ શંકરસિંહ હીંગાસિંહ રાજપૂત ઉ.વ-૨૬ રહે.ગાંધીનગર, કાલકા માંતા રોડ, પાયડા તા.ગીરવા જી.ઉદયપુર, રાજસ્થાન નો હોવાનુ જણાવેલ અને સદર ગાડીમાં પ્રોહીબિશન મુદ્દામાલ રાખેલ હોય જાહેર જગ્યામાં ઉતારી ગણવો હીતાવહ ન લાગતા પરુતા પોલીસ જાપ્તામાં જીલ્લા અત્રેની કચેરીએ લાવી બોક્ષ ઉતારી પ્રોહી મુદ્દામાલની ગણતરી કરતા. જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારુની નાની કુલ બોટલ નંગ-૮૧૬ કિ.રૂ.૧,૨૭,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા ગાડીની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા અંગઝડતીમાંથી રોકડ રૂ.૫૦૦/- મળી કિ.રૂા.૩,૩૨,૭૦૦/- નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરી મહુધા પોલીસ સ્ટેશન ખાતે તા.૧૭/૧૨/૨૦૨૪ના રોજ ગુનો રજીસ્ટર કરાવેલ છે.