Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ : વરસાદી માહોલમાં બે દિવસથી બિમારીથી કણસતી ગાયને હિંદુ ધર્મ સેના દ્વારા સારવાર અપાઇ

નડિયાદ : વરસાદી માહોલમાં બે દિવસથી બિમારીથી કણસતી ગાયને હિંદુ ધર્મ સેના દ્વારા સારવાર અપાઇ

નડિયાદ શહેરમાં એકતરફ ૩-૪ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી બાજુ એક રખડતી ગાય બે દિવસથી બિમારીથી કણસતી રહી હતી, આ બાબતે હિંદુ ધર્મ સેના ટીમને જાણ થતાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજન ત્રિપાઠીએ મધરાતે સ્થળ ઉપર જાતે પહોંચી ડોક્ટર બોલાવી સારવાર કરાવી હતી.

આ સાથે હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા સરકારને એક વિનંતી કરાઇ કે રખડતી ગાયોની સારવાર માટે એમ્બ્યુલન્સની કે સારવાર કેન્દ્ર ઉભું કરવામાં આવે, જેથી કરી ઈજાગ્રસ્ત ગાયોને બચાવી શકાય. આ સાથે ગૌપાલકોને જણાવેલ કે તમારી ગાયોને વરસાદી માહોલમાં રખડતી ન મૂકો અને તેનુ ધ્યાન રાખો.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.