ઈટાલીમાં હવે યુવાનોમાં ખેતી પ્રત્યે રસ જાગ્યો છે. તેઓ સારી કંપની-સારા પગારની નોકરી છોડીને ખેતી તરફ વળી રહ્યા છે. શહેરના વૈભવશાળી જીવનને અલવિદા કહી ગામ તરફ પરત ફરી રહ્યા છે. તેની પાછળ મુખ્ય કારણ પોતાની માલિકીનું ફાર્મહાઉસ, શાંતિપૂર્ણ જીવન અને પોતાની ઇચ્છા મુજબ ખેતીમાં કંઈક નવું કરવાની વધુ સારી તક સાથે સારી આવક મેળવવાની તક પણ છે.
મિલાનથી લગભગ 97 કિમી દૂર કોન્ટ્રાડા બ્રિકોનીમાં 15મી સદીનું ફાર્મહાઉસ ખરીદનાર અને આધુનિક ટેક્નોલોજીથી ખેતી કરી રહેલા જિયાકોમો પેરલેટીનું કહેવું છે કે તેણે આ ફાર્મહાઉસની તસવીર 23 વર્ષની ઉંમરે પહેલીવાર જોઈ હતી ત્યારથી અહીં નવી રીતે ખેતી કરવાનો વિચાર આવ્યો.
37 વર્ષની ઉંમરમાં પેરલેટી હવે અહીં શાકભાજીની ખેતી કરે છે, સાથે પનીર અને માંસનો પણ વ્યવસ્યાય કરે છે. પેરલેટીએ કહ્યું કે મારો એક જ હેતુ હતો કે કિસાનોની તસવીરમાં નવા રંગો ભરવાના.
એક દાયકામાં ખેતીમાં યુવાનોનો દબદબો : ઈટાલીમાં છેલ્લા એક દાયકામાં બિઝનેસના અનેક ક્ષેત્રમાં 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોની સંખ્યા ઘટી રહી છે. બાંધકામમાં 24%, છૂટક વેપારમાં 25%, કાપડ ક્ષેત્રમાં 28% અને ટેલિકોમ્યુનિકેશનમાં 48% યુવાનોનો ઘટાડો નોંધાયો છે.
એક વર્ષમાં સરેરાશ 17 નવા કૃષિ વ્યવસાયો શરૂ થયા
ગયા વર્ષે ઇટાલીમાં દરરોજ સરેરાશ 17 નવા કૃષિ વ્યવસાયો શરૂ થયા હતા. યુવાનો કૃષિ ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી રહ્યા છે ઈટાલીની સરકારે ખેતી માટે અંદાજે 13 હજાર કરોડ રૂપિયાની સબસિડી પણ જાહેર કરી છે.