વિશ્વ સિંહ દિવસ ઉજવણી આયોજન સંદર્ભે સાસણ ખાતે યોજાયેલ બેઠકમાં નાયબ વન સંરક્ષક મોહન રામે સંયોજકોને માર્ગદર્શન આપ્યું છે. સાવજ પ્રત્યે આપણાં ગૌરવની ભાવના વ્યક્ત કરવા ‘સિંહ દિવસ’ ઉજવાય છે તેમ તેઓએ જણાવ્યું છે.
આગામી ૧૦ ઓગષ્ટ એટલે ‘વિશ્વ સિંહ દિવસ’. આ ઉજવણી સંદર્ભે વન વિભાગ, શિક્ષણ વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંકલન માટે અધિકારીઓ, કર્મચારીઓ અને કાર્યકર્તાઓ માટે સિંહ સદન સાસણ ગીરમાં બેઠક યોજાઈ ગઈ.
બેઠકમાં નાયબ વન સંરક્ષક મોહન રામે ઉજવણી સંદર્ભે સિંહ દિવસ સંયોજકોને માર્ગદર્શન આપ્યું છે. તેઓએ તેમનાં વક્તવ્યમાં કહ્યું કે ગયા વર્ષે આ ઉજવણીમાં ૧૧ જિલ્લાઓમાંથી ૧૮ લાખ ૯૦ હજાર સિંહ પ્રેમી વિદ્યાર્થીઓ, નાગરિકો વગેરે સામેલ થયાં હતા, જેમાં આ વર્ષે આ સંખ્યા ૨૦ લાખ પર પહોંચવા આયોજન અને ઉત્સાહ રહેલો છે.
મોહન રામે ગીર, બૃહદ ગીર તેમજ અન્ય વિસ્તરી રહેલ એશિયાઈ સિંહ ક્ષેત્ર સંદર્ભે વિગતો આપી. માત્ર આંકડાકીય વિક્રમ સર્જવા નહી પણ, સાવજ પ્રત્યે આપણાં ગૌરવની ભાવના વ્યક્ત કરવા ‘સિંહ દિવસ’ ઉજવાય છે તેમ તેઓએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ માટે સતત બે માસ વન વિભાગ અને સહયોગીઓ દિવસ રાત સાહિત્ય વિતરણ અને સંબંધિત કામગીરી કરતાં રહે છે પણ સૌ સિંહ પ્રેમીઓમાં ઉત્સાહથી થાક લાગતો નથી.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર વિસ્તારનાં જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર તથા જામનગર એમ ૧૧ જિલ્લા ઉપરાંત કચ્છ (ભૂજ) અને અમદાવાદ (ધંધુકા) જિલ્લામાં સિંહ દિવસ ઉજવણી થશે, જેમાં કુલ ૧૨,૮૯૧ શાળા સંસ્થા જોડાશે અને ૨૦,૫૫,૩૨૨ વિદ્યાર્થીઓ સાથે વનવિભાગ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ અને અન્ય સિંહ તથા પ્રકૃતિપ્રેમીઓ જોડાશે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel