Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

જી.એસ.ટી.ના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

જી.એસ.ટી.ના  ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

એલ.સી.બી. સ્ટાફના માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન સુરત શહેર, ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં જી.એસ.ટી.ને લગતાં ખોટાં દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી કાદરભાઇ ઉર્ફે પપ્પુભાઇ રફીકભાઇ ઉમરાણી હાલ ભીલવાડા સર્કલ પાસે ઉભેલ હોવાની બાતમી મળેલ , જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ આવતાં કાદરભાઇ ઉર્ફે પપ્પુભાઇ રફીકભાઇ ઉમરાણી નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.આ અંગે સુરત શહેર ડી.સી.બી. પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.

 

 

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.