ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ વચ્ચે સોમવારે (16 માર્ચ) ઇઝરાયેલે દાવો કર્યો છે કે તાજેતરના હુમલામાં તેમણે તહેરાનના મેહરાબાદ એરપોર્ટ પર એક મહત્વપૂર્ણ વિમાન નષ્ટ કર્યું છે. આ વિમાનનો ઉપયોગ ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઈ તેમજ દેશના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને સૈન્ય વડાઓ દ્વારા કરવામાં આવતો હતો.
ઇઝરાયેલી સશસ્ત્રબળોના જણાવ્યા અનુસાર તહેરાન સ્થિત Mehrabad International Airport પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં આ એરક્રાફ્ટ સંપૂર્ણપણે નષ્ટ થયું છે. ઇઝરાયેલે આ વિમાનને ઈરાનનું એક મહત્વપૂર્ણ ‘સ્ટ્રેટેજિક એસેટ’ ગણાવ્યું છે.
ઈરાનના સૈન્ય સંકલન પર પડી શકે છે અસર
ઇઝરાયેલનું કહેવું છે કે આ એરક્રાફ્ટનો ઉપયોગ ઈરાનના ટોચના નેતાઓ અને સૈન્ય કમાન્ડરો દ્વારા મહત્વપૂર્ણ બેઠકઓ, પ્રવાસ અને પ્રોક્સી સંગઠનો સાથે સંકલન સાધવા માટે થતો હતો. આ વિમાન નષ્ટ થતાં હવે ઈરાનને તેના સહયોગી જૂથો સાથે સંકલન સાધવામાં તેમજ સૈન્ય ઠેકાણાં ફરી ગોઠવવામાં મુશ્કેલી પડી શકે છે.
તહેરાનમાં આવેલું મેહરાબાદ એરપોર્ટ દેશનું સૌથી જૂનું એરપોર્ટ ગણાય છે. અહીં મુખ્યત્વે આંતરિક (ડોમેસ્ટિક) ફ્લાઇટોનું સંચાલન થાય છે. સાથે જ આ એરપોર્ટ ઈરાનની વાયુસેનાનું મહત્વપૂર્ણ બેઝ પણ માનવામાં આવે છે. અગાઉ પણ ઇઝરાયેલે આ એરપોર્ટને નિશાન બનાવીને હુમલા કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
અહેવાલો અનુસાર ઈરાનના બીજા સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોત પછી તેમના પુત્ર મોજતબા ખામેનેઈને સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા છે. વર્તમાન યુદ્ધ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેમના ઉપર પણ સતત જોખમની સ્થિતિ ઉભી થઈ હોવાનું માનવામાં આવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel