click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કાંતિલાલની કમાલ! શ્રમમંત્રીનાં અથાક શ્રમે દસ લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કાંતિલાલની કમાલ! શ્રમમંત્રીનાં અથાક શ્રમે દસ લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યું
GujaratMorbi

કાંતિલાલની કમાલ! શ્રમમંત્રીનાં અથાક શ્રમે દસ લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યું

કાંતિલાલ અમૃતિયા મોરબીનાં ધારાસભ્ય છે. સરકારમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારનાં રાજ્યકક્ષાનાં મંત્રી છે. વર્ષ 2025માં મચ્છુ ડેમ(2)નાં કાંઠે 1200 વીઘા જમીનમાં દસ લાખ વૃક્ષો ઉછેરી વન સર્જ્યુ.

Last updated: 2026/05/25 at 12:24 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

વર્ષ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75માં જન્મ દિવસે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં સૌથી મોટા વન કવચ ‘નમો વન’નું લોકાર્પણ કર્યુ હતું.

Contents
500 લોકોએ રોજ 25 થી 30 હજાર વૃક્ષો વાવ્યાંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઇકોનિક રોડ બનાવવા ત્રણ કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવીકાંતિલાલે કેન્સરને હરાવ્યુ, હવે શેષ જીવન પ્રકૃતિને સમર્પિત

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી વખત આ નમોવનની મુલાકાત લીધી હતી અને લોકો આ વનનો આનંદ લઇ શકે તે માટે રૂ ત્રણ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવી.

કેન્સર કાંતિલાલને હરાવી શક્યુ નહીં, પ્રકૃતિને ખોળે શેષ જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો.

‘વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ,’’ ઉમાશંકર જોશીની આ કાવ્યપંક્તિને ચરિતાર્થ કરવાનું કામ રાજ્યનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારનાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં કર્યું છે.

મોરબીનાં પાદરમાં આવેલા મચ્છુ (2) ડેમનાં કાંઠે શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની 1200 વીઘા જમીનમાં વર્ષ 2025માં દસ લાખ વૃક્ષો વાવીને ઉછેરવામાં કાંતિલાલ અમૃતિયાએ પરસેવો રેડ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75માં જન્મદિવસે આ વન કવચ (નમો વન)નું રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ થયુ હતું. આઠ મહિના પહેલા જે વિસ્તાર વેરાન વગડો હતો ત્યાં અત્યારે વનરાજી ખીલી ઉઠી છે.

“કાનાભાઈ”નાં હુલામણા નામથી જાણીતા કાંતિલાલ અમૃતિયા સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટનાં એક ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ પાસે 4500 વીઘા જમીન છે. પર્યાવરણને બચાવવા આપણે કંઇક દાખલારૂપ કરવું જોઇએ એ વિચારથી કાંતિલાલ અમૃતિયાએ ભગીરથ કાર્ય હાથ પર લીધુ અને ગુજરાતનું સૌથી મોટુ ‘વન કવચ’ (નમો વન) બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો.

મચ્છુ ડેમ (2)ના કાંઠે આવેલી ટ્રસ્ટની 1200 વીધા જમીનમાં દસ લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ અભિયાન શરૂ કર્યુ. મચ્છુ કાંઠે આ પહેલા મચ્છુ ડેમનાં કાંઠે આઠ જેટલા ચેકડેમ બનાવી જળસંચયનું કામ તો કર્યુ જ છે.

500 લોકોએ રોજ 25 થી 30 હજાર વૃક્ષો વાવ્યાં

“જ્યારે અમે એક મહિનામાં દસ લાખ રોપાઓ વાવવાનો નિર્ણય કર્યો ત્યારે વૃક્ષારોપણ માટે મોટુ કારત કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમની મદદથી વિગતવાર આયોજન કર્યું, ” અભિયાનનાં પ્રારંભિક તબક્કાની યાદોને તાજી કરતાં કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું.

“અમારા આ યજ્ઞમાં સદભાવના વૃદ્ધાશ્રમને જોડ્યું. જમીન પડતર હતી એટલે સૌથી પહેલા તેને સમથળ કરી. માટીની ગુણવત્તા સુધારવા બહારથી હજ્જારો ટન સારી માટી અહીં ઠાલવી. મોટી માત્રામાં છાણીયું ખાત્તર નાંખી જમીનને ફળદ્રુપ બનાવી. 1200 વીઘા જમીનની ફરતે રફ ફેન્સિગ કર્યું. આ પછી વૃક્ષારોપણ માટે એક સાથે 500 માણસો જોડ્યા. રોજ અંદાજે 25 થી 30 હજાર વૃક્ષો વાવવાનું ભગીરથ કામ હાથ ધર્યું. માત્ર 37 દિવસનાં અથાક પ્રયત્નનાં અંતે અમે 10 લાખ વૃક્ષો વાવ્યા,’’  કાંતિલાલ અમૃતિયાએ વધુમાં જણાવ્યું.

વર્ષ 2025માં સપ્ટેમ્બર 17નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ‘નમો વન’નું લોકાર્પણ થયું.
કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, દસ લાખ વૃક્ષોને નિયમિત ખાતર અને પાણી મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું સંચાલન સદભાવના વૃદ્ધાશ્રમ કરે છે. આજે આઠ મહિના પછી, આ દસ લાખ રોપા હવે મોટા થઇ વૃક્ષો બની ગયાં છે.”

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઇકોનિક રોડ બનાવવા ત્રણ કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવી

“મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ અમારા કાર્યમાં અંગત રસ લીધો છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં તેમણે બીજી વખત ‘નમો વન’ની મુલાકાત લીધી અને આ વન કવચ સુધી લોકો આવી શકે તે માટે આઇકોનિક રોડ બનાવવા માટે રૂ 3 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવી છે,’’ કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું.

કાંતિલાલે કેન્સરને હરાવ્યુ, હવે શેષ જીવન પ્રકૃતિને સમર્પિત

64 વર્ષીય કાંતિલાલ અમૃતિયાને તાજેતરમાં જ કેન્સરનું નિદાન થતા સર્જરી કરાવી છે. સામાન્ય માણસ કેન્સરનાં નામથી હારી જાય પણ કાંતિલાલ એમાનાં નથી. પાંચ કિમોથેરાપી પુરી કરી હાલ ઇમ્યુનોથેરાપી લઇ રહેલા કાંતિલાલ અમૃતિયાએ લોકસંપર્ક ઘટાડ્યો નથી. તેમણે કહ્યું કે, આ કેન્સરથી બચાવી, કુદરતે મને બીજુ જીવન આપ્યું છે અને આ બીજુ જીવન પ્રકૃતિને સમર્પિત કરવા માંગુ છું.

“કેન્સરની સર્જરી પછી મને એવું લાગે છે કે કુદરતે મને બીજુ જીવન આપ્યું છે. હવે હું પ્રાકૃતિક ખેતી, અને વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવા માટે જીવન સમર્પિત કરવા માંગું છું. અમે સરકારને પત્ર લખીને મચ્છુ ડેમના કિનારે આવેલી નજીકની સરકારી જમીન ફાળવવાની માંગ કરી છે, જેથી ત્યાં પણ આ પ્રકારનું વિશાળ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરી શકાય,” છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કાંતિલાલ અમૃતિયાએ શેષ જીવનનો મર્મ સમજાવતા કહ્યું.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે

શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી

સુરતના મોટા વરાછાના પોશ ફ્લેટમાં ચાલતી હાઈપ્રોફાઈલ ‘લેડીઝ જુગારક્લબ’ પર ઉત્રાણ પોલીસનો દરોડો

TAGGED: @india, 10 lakh trees Gujarat, Bhupendra Patel Grant, Breaking news, CM Gujarat, Environmental Conservation India, green cover India project, gujarat, Gujarat development news, Gujarat environment initiative, Gujarat Green Project, gujarati news, india news, Kantilal Amrutiya news, Kantilal Amrutiya Tree Plantation, latest news, Machhu Dam Forest Cover, Machhu dam forest project, Morbi Panjrapole Trust, Morbi tree plantation project, Namo Van Gujarat, Namo Van Morbi, Narendra Modi, Narendra Modi 75th Birthday Project, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, top news, top news channel, topnews, Tree Plantation Campaign, કાંતિલાલ અમૃતિયા વૃક્ષારોપણ, ગુજરાત ગ્રીન પ્રોજેક્ટ, ગુજરાત વિકાસ સમાચાર, નમો વન મોરબી, નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ પ્રોજેક્ટ, પર્યાવરણ સંરક્ષણ ભારત, ભારત, ભૂપેન્દ્ર પટેલ ગ્રાન્ટ, મચ્છુ ડેમ ફોરેસ્ટ કવર, મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ, વૃક્ષારોપણ અભિયાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 25, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પશ્ચિમ બંગાળમાં ‘હોલ્ડિંગ સેન્ટર્સ’ બનાવવાનો નિર્ણય, ગેરકાયદેસર વિદેશીઓ સામે કડક પગલાં
Next Article PM મોદીના કર્ણાટક પ્રવાસ દરમિયાન સુરક્ષા ખામી : રૂટ પરથી જિલેટીન સ્ટીક્સ મળી, 6 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
Gujarat Narmada મે 29, 2026
ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ
Gandhinagar Gujarat Kutch મે 29, 2026
NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે
Gujarat મે 29, 2026
શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી
Bhavnagar Gujarat મે 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?