Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ધ્યાન શિબિર અને પ્રવચનમાળાનું થયેલું ઉદ્ઘાટન

શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ધ્યાન શિબિર અને પ્રવચનમાળાનું થયેલું ઉદ્ઘાટન

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મહારાજના 194મા સમાધિ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. તે અનુસંધાન, શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત સુખસાગર યોગ ધ્યાન મંદિર “સુયોગમ”દ્વારા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતની કૃપાથી તથા વર્તમાન યોગપીઠાધિશ્વર શ્રી રામદાસજી મહારાજની શુભ આશીર્વાદ થી ઓશો ફ્રેગ્રન્સ નાં સંસ્થાપક ઓશો અનુજ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતીજી તથા મા અમૃતપ્રિયાજી શ્રી સંતરામ મહા-આરતી આધારિત “ધ્યાન શિબિર તથા પ્રવચન માળા”નું શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું.

આ પ્રસંગે સુયોગમ નડિયાદ તથા યુ.એસ.એ નાં સ્વયંસેવકો દ્વારા ઉપસ્થિત સંતશ્રી પૂજ્ય હરિદાસજી મહારાજ, પૂ.શ્રી ગણેશદાસજી મહારાજ, પૂ.શ્રી ચૈતન્યદાસજી મહારાજ, પૂ.શ્રી નિર્ગુણદાસજી મહારાજ, પૂ.શ્રી સત્યદાસજી મહારાજ, પૂ.શ્રી મોરારીદાસજી મહારાજ, પૂ.શ્રી સર્વેશ્વરદાસજી મહારાજ, પૂ.શ્રી ધરમદાસજી મહારાજ, પૂ.શ્રી રામેશ્વરદાસજી મહારાજ, પૂ.શ્રી હરેશ્વરદાસજી મહારાજ, પૂ.શ્રી નિરંજનદાસજી મહારાજ તેમજ નડિયાદ શહેર નાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ મહાનગરપાલિકા ના કમિશનર, સંતરામ ભક્ત દેવાંગભાઈ પટેલ (Ipco પરિવાર)નું પણ સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પૂજ્ય સ્વામી શૈલેન્દ્ર સરસ્વતીજી એ ધ્યાન શિબિર ની ઝલક આપી હતી.

પૂજ્ય સ્વામી તથા માતાજીએ શ્રી સંતરામ મહા આરતી આધારિત “ધ્યાન શિબિર તથા પ્રવચનમાલા”ની શરૂઆત કરી હતી. આ શિબીર ત્રિ-દિવસીય સાંજે ૦૪:૧૫ થી ૦૬:૧૫ સુધી શિબિર ચાલશે. સમાધિ ચોક, શ્રી સંતરામ સમાધિ સ્થાન, નડિયાદ શિબિરનું આયોજન ‘સુયોગમ’, શ્રી સંતરામ સમાધિ સ્થાન, નડિયાદ તથા સૌજન્ય ઓશો ફ્રેગ્રન્સ, સોનીપત, હરિયાણા દ્વારા કરવામાં આવ્યું છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.