ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘમલ્હાર 2025’નો શુભારંભ 26 જુલાઈએ થયો છે, જે 17 ઓગસ્ટ સુધી ચાલશે. આ ઉત્સવનો પ્રારંભ ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે થયો હતો. જો કે, ભારે ધુમ્મસ અને વરસાદના કારણે મુખ્યમંત્રી કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા અને હેલિકોપ્ટર લેન્ડ ન થવાને કારણે ઉદ્ઘાટન વિધિ બે કલાક વિલંબથી શરૂ થઈ હતી.
ફેસ્ટિવલની શરૂઆત વાઈટ ફેધર સર્કલથી લીલી ઝંડી આપીને રેલીથી કરાઈ હતી, જેમાં 13થી વધુ રાજ્યોના 350થી વધુ કલાકારોએ પોતાની સંસ્કૃતિના રંગ ઝીલી રજૂ કરી હતી. વિવિધ રાજ્યના લોકસંસ્કૃતિથી ભરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
તત્કાલીન મુખ્યમંત્રી અને માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના દૂરંદેશી પ્રયાસોથી શરૂ થયેલ સાપુતારા મેઘ મલ્હાર પર્વ ડાંગની વૈશ્વિક ઓળખ તથા સ્થાનિક રોજગારી તથા અર્થવ્યવસ્થાની પ્રગતિનું સબબ બન્યો છે.#SaputaraMonsoonFestival pic.twitter.com/KZBL5U1AQN
— Mulubhai Bera (@Mulubhai_Bera) July 26, 2025
પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સાપુતારાનું પ્રમાણભૂત અને સુંદર વિકાસ થતું રહી રહ્યો છે અને તે પ્રવાસનના નકશા પર વધુ મજબૂતીથી ઉભરતું જાય છે. મેઘમલ્હાર ફેસ્ટિવલને માણવા આવેલા લોકો વરસાદમાં નાચતા-ગાતા ઉત્સાહભેર જોડાયા હતા.
સ્થાનિક વેપારીઓએ પણ આ ઉત્સવ માટે આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું કે મેઘમલ્હાર જેવી પહેલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં શરૂ થયેલી છે અને આજ પણ પ્રવાસન ક્ષેત્રે તેના પરિણામો જોવા મળે છે. આ કાર્યક્રમમાં આવેલા લોકો રંગારંગ કાર્યક્રમથી પ્રભાવિત થઈ આનંદ અનુભવતા જોવા મળ્યા.