નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર – 4 ભોજા તલાવડી, વિશ્વનગર ફ્લેટ પાસે રૂ. 12.43 લાખના ખર્ચે નવીન પાણીના બોરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ ખાતમુહૂર્ત ખાતે નગરપાલિકા પ્રમુખ, વિસ્તારના કાઉન્સિલર , વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ ફાયર બ્રિગેડને ગુજરાત સરકાર તરફથી રૂ. 1.5 કરોડના ખર્ચે ફાળવેલ અત્યાધુનિક ઈમરજન્સી રેસ્ક્યું વેહિકલ કે જેના દ્વારા આગ, અકસ્માત, મકાન ધરાશયી થયું હોય કે અન્ય કોઈપણ હોનારતમાં ફસાયેલ વ્યક્તિને અત્યાધુનિક સાધનો દ્વારા રેસક્યું કરી શકાય તેવા લેટેસ્ટ સાધનો સાથેનું વેહિકલ તથા મોટી આગ હોનારત માટે રૂ. 70 લાખનું અત્યાધુનિક હેવી વોટર બાઉઝરને લીલી ઝંડી બતાવી લોકાર્પણ કર્યું હતું.
તેમજ નડિયાદ નગરપાલિકાના રૂ. 33 લાખના ખર્ચે વસાવેલ કચરા પેટીના વેસ્ટ કલેકટ કરવાના રિફ્યુઝ કોમ્પેક્ટ વેહિકલનું લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.