ગોહિલવાડની ભૂમિમા કૈલાસ ટેકરી સગાપરા ધાર પર મોરારિબાપુના વ્યાસાસને રામકથામાં ભાવિકો ભગવત ભજન સાથે પ્રસાદ ભોજન લાભ લેતાં રહ્યાં છે. સાચો ધર્મ વર્તમાન બતાવે, એક બીજાને કાપે તે ધર્મ ન કહેવાય તેમ ટકોર કરતાં મોરારિબાપુએ ક્થા પ્રવાહ આગળ વધાર્યો હતો.
મોરારિબાપુના વ્યાસાસને ગોહિલવાડની ભૂમિમાં કૈલાસ ટેકરી સગાપરા ધાર પર મોરારિબાપુના વ્યાસાસને રામકથામાં સંતો મહાનુભાવો સાથે ભાવિકો ભગવત ભજન સાથે પ્રસાદ ભોજન લાભ લેતાં લેતાં રહ્યાં છે.
કૈલાસ ટેકરીના લાલગિરિબાપુ ગુરુ વિજયગિરિબાપુ તથા સેવક સમુદાયના શુભ સંકલ્પ આયોજન સાથે આ રામકથામાં મોરારિબાપુએ સાચો ધર્મ વર્તમાન બતાવે, એક બીજાને કાપે તે ધર્મ ન કહેવાય તેમ ટકોર કરતાં વિવિધ પ્રસંગ સંવાદ સાથે ક્થા પ્રવાહ આગળ વધાર્યો હતો.
રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ ગાન કરતાં મોરારિબાપુએ શબ્દ સ્મરણ સાથે વચન, પ્રણ, વ્રત, વરદાન, આશીર્વાદ, શાપ, સંકલ્પ વગેરેનું નિરૂપણ સમજાવ્યું. શિવ એ કરુણા, કૃષ્ણ એ પ્રેમ અને રામ એ સત્ય સંકલ્પ છે.
મોરારિબાપુએ હળવી ટકોર પણ કરી કે, ધર્મ એ જ વર્તમાન છે, સંપ્રદાય એ ભૂતકાળ છે, આમ વર્તમાન પર વિશેષ ભાર મૂક્યો.
રામકથામાં જૈનમુની હાર્દિક રત્નસૂરીશ્વરજી મહારાજ સાથે અન્ય આચાર્ય ભગવંત શ્રીઓ જોડાયાં હતાં અને વ્યાસપીઠ પર મોરારિબાપુને ગ્રંથોની ભેટ અર્પણ કરી હતી. જાણીતા ભજનિક કથાકાર મહાવીરદાસ અગ્રાવત દ્વારા મોરારિબાપુના આગ્રહથી સુંદર ભજન વાણીનો પણ સૌને લાભ મળ્યો.
આ ક્થા પ્રસંગે પ્રારંભિક સંચાલન કરતાં દિલીપભાઈ રાજ્યગુરુએ પોતાનો અભ્યાસ અને ભાવ પ્રસ્તુત કરતાં કહ્યું હતું કે, મોરારિબાપુ દ્વારા આજ સુધીમાં આશરે ૨૪ વર્ષ ૮ માસ જેટલો સમય રામકથા ગાનમાં એટલે કે જીવનનો ૩૩ ટકા ભાગ આપ્યો છે, આપણા સૌ માટે સદ્ભાગ્ય છે.
રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ પ્રસંગે ભાવિક શ્રોતાઓ માટે પ્રસાદ ભોજન માટે સુંદર વ્યવસ્થા થઈ છે. પ્રસાદ યજમાનોમાં અલગ અલગ દિવસોમાં સગાપરા ગામ સમસ્ત, રામભરોસે શૈલેષભાઈ લુખી, રાજેશભાઈ દોશી પરિવાર, પુષ્પાબેન કતિરા તથા હર્ષિદાબેન કતિરા (શૈલેષભાઈ કતિરા), સ્વર્ગસ્થ હરિબેન રાણીંગા (ભરતભાઈ રાણીંગા), કાશીબેન જોગરાણા (લાલજીભાઈ જોગરાણા), પુતળીબા સાસપરા તથા માવજીભાઈ સવાણી, અનુભાઈ તેજાણી તથા જસમતભાઈ વીડિયા અને મહેન્દ્રસિંહ સરવૈયા, અશ્વિનસિંહ સરવૈયા, કિરીટસિંહ સરવૈયા, રાજેન્દ્રસિંહ સરવૈયા તથા વિરેન્દ્રસિંહ સરવૈયા રહેલ છે.
પાલિતાણા સહિત સમગ્ર પંથકનાં ભાવિકો ધોમધખતા તાપમાં પણ રામકથા લાભ લઈ રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel