પાલિતાણા પાસે કૈલાસ ટેકરી રામકથા દરમિયાન મોરારિબાપુએ પ્રાકૃતિક ખેતી અંગે વાત કરી છે. પ્રાકૃતિક ખેતી કરી પૃથ્વીનું શોષણ અટકાવવા અનુરોધ કરતાં મોરારિબાપુએ પ્રાકૃતિક ખેતી માટે જણાવ્યું છે.
રામકથા સાથે સામાજિક ચેતના અને જાગૃતિનો પ્રયાસ મોરારિબાપુ કરતાં રહ્યાં છે, તેઓએ પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો છે.
પાલિતાણા પાસે સગાપરા ધાર કૈલાસ ટેકરી સ્થાન પર ચાલતી રામકથામાં મોરારિબાપુએ પ્રાકૃતિક ખેતી કરવાં ખેડૂતોને નમ્ર અનુરોધ કર્યો. ખેતીવાડીમાં ઝેરના ઉપયોગ સામે સાવધાની રાખવા જણાવ્યું અને પ્રાકૃતિક ખેતી કરી પૃથ્વીનું શોષણ અટકાવવા અનુરોધ કરતાં મોરારિબાપુએ ઉમેર્યું કે આપણી ભવિષ્યની પેઢી ઝેર ખાઈ રહી છે, જે સામે પ્રાકૃતિક ખેતી માટે કાર્યરત સંસ્થાઓનાં અભિયાનને બિરદાવી આ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં અભિગમનો ઉલ્લેખ કરી, તેઓને બિરદાવ્યાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel