શ્રી ધામ બરસાનામાં રામકથા ‘માનસ ગૌસૂત્ર’ સાથે ગૌસેવા અને સંસ્કૃતિની સંવેદના સભર વર્ણવાતી ગાથામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યાં છે. સનાતન વૈદિક ધર્મ સામેના પ્રપંચો સામે પરસ્પર સંવાદ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુએ હળવી પિડા વ્યક્ત કરી હતી.
મોરારિબાપુનાં વ્યાસાસને રાધા નગરી શ્રી ધામ બરસાનામાં શ્રી માતાજી ગૌશાળા લાભાર્થે ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે રામકથા ‘માનસ ગૌસૂત્ર’ ગાન થઈ રહ્યું છે.
સનાતન વૈદિક ધર્મ સામેના પ્રપંચો સામે પરસ્પર સંવાદ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુએ હળવી પિડા વ્યક્ત કરી હતી અને ઉમેર્યું કે કેટલાંક દ્વારા કૃષ્ણ નર્કમાં ગયા અને લક્ષ્મણનો મોક્ષ નથી થયો, તેમ જણાવી તેનાં વિશે ગંદી કથાઓ ઉપજાવી રહ્યાં છે, તેનો રંજ વ્યક્ત કર્યો. ‘આ જ સાચું’ તેમ કહેનારા ધર્માડંબર તેમજ આવો આગ્રહ કરનારા જ ધર્માંતરણ કરાવી રહ્યાં છે.
મોરારિબાપુએ વિષ્ણુદેવાનંદગિરિજીના સ્મરણ સાથે શ્રધ્ધા એ ઉપાય નહી, પરંતુ ઉપલબ્ધિ જ છે, તેમ ભાર પૂર્વક જણાવ્યું અને શ્રધ્ધા વગર ધર્મ નથી તેમ કહ્યું.
રામકથા ‘માનસ ગૌસૂત્ર’ સાથે ગૌસેવા અને સંસ્કૃતિની સંવેદના સભર વર્ણવાતી ગાથામાં મોરારિબાપુની સજળ વર્ણન સ્થિતિથી શ્રોતાઓની આંખો પણ ભીંજાઈ. મોરારિબાપુએ વ્રજ ભૂમિનું અલગ તેજ રહ્યાનો ભાવ વ્યક્ત કર્યો.
ક્થા પ્રારંભે મનોરથી હરેશભાઈ સંઘવીએ પ્રાસંગિક વાત કરી કથા નિમિત્ત બન્યાનો હરખ વ્યક્ત કર્યો.
આ કથામાં પંકજ બાબાની ઉપસ્થિતિ રહી અને તેઓએ પણ પ્રાસંગિક સત્સંગ ઉદ્બોધન કર્યું.
મથુરા બરસાનાની રાધા કૃષ્ણની ભૂમિમાં સંત રમેશ બાબાજી મહારાજની ગૌસેવા ક્ષેત્રમાં ભાવિક શ્રોતાઓ કથા સાથે વિવિધ પ્રસંગો અને પ્રસાદ તથા દર્શન યાત્રા લાભ લઈ રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel